• Gujarati News
  • રેસ્ટોરન્ટ તથા ખાનગી બસ સહિ‌તમાં સીસીટીવી ફરજિયાત

રેસ્ટોરન્ટ તથા ખાનગી બસ સહિ‌તમાં સીસીટીવી ફરજિયાત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિલેશ પ્રજાપતિ))ભાવનગર . ૧૩ માર્ચ
ભાવનગર જિલ્લામાં સતત લોકોની અવર જવર રહેતી હોય અપહરણ, છેડતી તેમજ નશીલા પદાર્થોની હેરફેર જેવા ગુન્હાઓ બનતા અટકાવવા કેટલીક જગ્યાએ સીસીટીવી કેમેરા ફરજિયાત બનાવવા આદેશ કરાયો છે. .અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરાયેલા જાહેરનામામાં જણાવાયું છે કે, શહેર અને જિલ્લામાં કે, જ્યાં પાકા બાંધકામવાળા રેસ્ટોરન્ટ-ભોજનાલયો, ટ્રાવેલ એજન્સીની બસો, શાળા કોલેજો તેમજ અન્ય શૈક્ષણિક સંકુલોની બસો, જુદી-જુદી તમામ બેન્કો અને તેના એટીએમ મશીન સેન્ટરો, પાંચ કે તેથી વધુ દૂકાનો હોય તેવા કોમર્શિ‌યલ કોમ્પ્લેક્ષમાં ઇન્ટરનેટ કનેકટીવીટી તથા આઇપી નાઇટવીઝન સાથેના સીસીટીવી કેમેરા લગાડવા ફરજિયાત છે.
આ હુકમ તા.૧પ/૩થી ૧૩/પ/૧૪ સુધી બે મહિ‌ના માટે અમલ કરવાનો રહેશે. જો તેનો ભંગ કરાશે તો હેડ કોન્સ્ટેબલથી ઉપરના તમામ પોલીસ અધિકારીઓને પગલા ભરવાની સત્તા આપવામાં આવી છે.