• Gujarati News
  • બાવળીયાળીમાં જુગાર રમતા ભાવનગરના ૧૭ શખ્સો જબ્બેૃચ્ ’જુગારીઓ પાસેથી૯૪ હજારનો મુદ્દામાલ જ કરાયો

બાવળીયાળીમાં જુગાર રમતા ભાવનગરના ૧૭ શખ્સો જબ્બેૃચ્/’જુગારીઓ પાસેથી૯૪ હજારનો મુદ્દામાલ જ કરાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
((કપિલભાઈ)) ભાવનગર. ૧૩ માર્ચ
ધોલેરા પાસેના બાવળીયાળી ગામે જુગારની બાજી માંડી હજારો રૂપિયાનો જુગાર રમતા ભાવનગર શહેરના જુગારીઓ સહિ‌ત ૧૭ શખ્સોને ધોલેરા પોલીસે ઝડપી લીધા હતા.
ધોલેરાના બાવળીયાળી ગામે અનિરૂદ્ધ ઉર્ફે વિજય શામજીભાઈ ચૌહાણ અને ઉપેન્દ્રસિંહ બટુકસિંહ ચુડાસમાના ઘરે જુગારની મોડી બાજી મંડાણી હોવાની બાતમીના આધારે ધોલેરા પોલીસે રેડ પાડતા જુગાર રમી રહેલ ભાવનગર ક.પરા તથા શહેરના અન્ય વિસ્તારોમાં રહેતા વિષ્ણુ બિપીનભાઈ સોલંકી, નિરવ અનંતરાય ગાંધી, રમેશ જયંતિભાઈ મેર, પ્રવિણ જીવરાજભાઈ સોલકી, ભાવેશ હરગોવિંદભાઈ બાંભણીયા, ભરત કલાભાઈ ઢીલા,ભાવેશ રવજીભાઈ મકવાણા, દિનેશ માધાભાઈ રાઠોડ, દિપક હસમુખભાઈ બાંભણીયા, ઘનશ્યામસિંહ પ્રભાતસિંહ વાઘેલા, અબ્દુલ હુસેનભાઈ કાજી, મનસુખ તળશીભાઈ વેગડ, રફીક ગનીભાઈ શેખ, મુન્ના ભીખાભાઈ વેગડ, વિપુલ જસવંતભાઈ મહેતા, મોહીત અબીલ ભાડુલા, ઈકબાલ મુસાભાઈ ચૌહાણ સહિ‌તના આબાદ રીતે ઝડપાઈ ગયા હતા. જ્યારે પોતાના ઘરે રમાડી રહેલ વિજય શામજીભાઈ અને ઉપેન્દ્ર બટુકસિંહ ચુડાસમા ((રહે.બંને બાવળિયાળી)) નાસી છૂટયા હતા. પોલીસે જુગારીઓ પાસેથી રૂા.૭૬,૮૯૦ રોકડા તથા અન્ય મળી રૂા.૯૪,૩૯૦નો મુદ્દામાલ જ કર્યો હતો.