• Gujarati News
  • ૪૭ વર્ષે ધો.૧૦ની પરીક્ષા આપી રહેલા ગીતાબેનૃચ્ ’પતિની જગ્યાએ નોકરી મેળવવા ૩૦ વર્ષ બાદ અભ્યાસ શરૂ

૪૭ વર્ષે ધો.૧૦ની પરીક્ષા આપી રહેલા ગીતાબેનૃચ્/’પતિની જગ્યાએ નોકરી મેળવવા ૩૦ વર્ષ બાદ અભ્યાસ શરૂ કર્યોૃચ્/’પતિ બાદ મોટા પુત્રનું પણ અવસાન થતા ઘરની સઘળી જવાબદારી શિરે : આરએમએસ પોસ્ટ ખાતાના ૬ વર્ષથી ધરમધક્કા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
((જિજ્ઞેષ ઠાકર)) ભાવનગર. ૧૩ માર્ચ
કઠણાઈ એકલી નથી આવતી સાથે લાવ લશ્કરને લઈને આવે છે... આ વાક્યની જેમ જ શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતા ગીતાબેનના પતિનું અવસાન થયું, ત્યારબાદ મોટા પુત્રનું પણ અવસાન થતાં ઘરની સઘળી જવાબદારી શિરે આવી ગઈ છે. પરિણામે તેમના પતિની જગ્યાએ નોકરી મેળવવા ૩૦ વર્ષ બાદ અભ્યાસ શરૂ કરીને હાલ ધો.૧૦ની બો‌ર્ડ‌ની પરીક્ષા આપી રહ્યાં છે.
જિંદગી જીવ સાથે કેવી રમત કરતી હોય છે અને ક્યારેય કલ્પના પણ કરી ન હોય તે વસ્તુ કરવાની થતી હોય છે. ગીતાબેને તેની ૧૭ વર્ષની ઉંમરે ભણતર છોડતી વખતે સ્વપ્નમાં પણ વિચાર્યું નહીં હોય કે જીવનમાં ફરી ક્યારેક પરીક્ષાની પાટલી ઉપર બેસવું પડશે. પતિ સુરેશભાઈ ડાભી આરએમએસ પોસ્ટ વિભાગ, ભાવનગર રેલ્વે સ્ટશને ફરજ બજાવતા હતા. પરંતુ ૬ વર્ષ પૂર્વે તેમનું અવસાન થયું અને ત્યારબાદ મોટા પુત્રનું પણ અવસાન થયું. ગીતાબેન નોકરી મેળવવા ૬ વર્ષથી અમદાવાદ ઓફિસના ધરમધક્કા ખાઈ રહ્યાં છે.
આર્યકુળ સ્કૂલ ખાતે હાલ પરીક્ષા આપી રહેલા ગીતાબેને વાતચીતમાં જણાવ્યું હતું કે, ૧પ-૧૬ વર્ષના બાળકો વચ્ચે પરીક્ષા આપવામાં સંકોચ તો થાય છે પરંતુ ધો.૧૦ની પરીક્ષા પાસ કર્યા વિના હવે છૂટકો જ રહ્યો ન હોય પરીક્ષા આપી રહી છું. પતિની જગ્યાએ નોકરી મેળવવા માટે અમદાવાદ કચેરીથી ધો.૧૦ની પરીક્ષા પાસ કરવી ફરજીયાત છે તો જ મને નોકરી મળી શકે તેમ છે.
ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાનો પ્રારંભ થયો છે અને જે સંતાનો માટે મા-બાપ સર્વસ્વ સોંપીને પરીક્ષા અપાવી રહ્યાં છે ત્યારે એ વ્હાલા વિદ્યાર્થીઓ માટે ગીતાબેન સુરેશભાઈ ડાભી એક પ્રેરણાદાયી પરીક્ષાર્થી છે.