• Gujarati News
  • જાગૃતતાના અભાવે હોળીથી થશે લાખો રૂપિયાનું દહનૃચ્ ’રસ્તા પર સીધા લાકડા છાણા ગોઠવી પ્રગટાવવાથી ડ

જાગૃતતાના અભાવે હોળીથી થશે લાખો રૂપિયાનું દહનૃચ્/’રસ્તા પર સીધા લાકડા-છાણા ગોઠવી પ્રગટાવવાથી ડામર ઓગળી જાય છે : ઈંટોના લેયર કરી હોલીકા દહનથી બચી શકે છે રસ્તા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
((જયેશ મકવાણા)) ભાવનગર. ૧૩ માર્ચ
હિ‌ન્દુ સંસ્કૃતિમાં આગવું સ્થાન ધરાવતા હોલીકા દહન તકેદારી રાખી નહી કરાતા બળી જતા રસ્તાઓને કારણે પ્રજાના જ લાખો રૂપિયાનું દહન થઈ જાય છે. શહેર-જિલ્લામાં શેરીઓ, ચોક, મુખ્ય રસ્તાઓ પર હોલીકા દહન કરવામાં આવે છે. રોડ પર સીધેસીધા લાકડા, છાણા ગોઠવી હોળી પ્રગટાવવાથી રોડનો ડામર ઓગળી જાય છે. અને રોડને મોટુ નુકશાન થાય છે.
ભારતીય પરંપરા મુજબ હોલીકા દહન આગવું સ્થાન ધરાવે છે જેથીએકે’ય વિસ્તાર એવો નહીં હોય કે જ્યાં હોલીકા દહન થતું ન હોય. અને ખાસ તો લોકો હોલીકા દહન માટે રસ્તાઓ અને ચોક પર વધુ પસંદગી ઉતારે છે. રસ્તા પર ખાડો ખોદી અથવા રસ્તા પર સીધેસીધા લાકડા ગોઠવી હોળી પ્રગટાવવામાં આવે છે.
પ્રચંડ જ્વાળાઓ સાથે પ્રગટતી હોળીને કારણે જેટલી જગ્યામાં હોળી પ્રગટાવી હોય તેટલો રસ્તાનો ભાગ બળી જાય છે અને ડામર પીગળી જતા રસ્તાને નુકશાન થાય છે. હોળી બાદ મહાનગરપાલિકાને ઈચ્છા થાય અને મુખ્ય રસ્તા હોય તેને થાગડથિગડ કરી રિપેરીંગ કરાય છે. બાકીના ગલી-ખાંચા તો રિપેરીંગ વગરના જ ખાડાવાળા પડયા રહે છે ત્યારે પ્રજામાં જાગૃતતા આવશ્યક છે. મહાપાલિકાની તિજોરીમાંથી રોડ માટે ખોટા ખર્ચ થતા લાખો રૂપિયા આમ તો પ્રજાના ખિસ્સામાંથી જ જાય છે ત્યારે રસ્તા પર ઈંટોના લેયર કરી તેના પર હોળી પ્રગટાવવાથી રોડ બચી શકે છે.
બોક્સ
રસ્તા પર ૧ હોળીથી રૂા.૨૦,૦૦૦નું નુકશાન
શહેર અને જિલ્લામાં મોટાભાગે લોકો રસ્તા પર જ સીધેસીધી હોળી પ્રગટાવે છે. જેથી રસ્તાને નુકશાન થાય છે. રોડ ઈજનેર એમ.ડી. મકવાણાના જણાવ્યાનુસાર એક હોળી પ્રગટે તો અંદાજે ૨પ ચો.મી.ની રોડની જગ્યાને અસર કરે છે. ત્યારે ૧ ચો.મી.ના રૂા.૮૦૦ લેખે અંદાજિત રૂા.૨૦,૦૦૦ એક હોળીની જગ્યા રિપેરીંગ પાછળ ખર્ચ થાય છે. ત્યારે લોકોએ જાગૃતતા દાખવી ઈંટના લેયર કરી તેના પર હોળી દહન કરવા રોડ ઈજનેરે અપીલ કરી છે.
ક્વોટ
રેતી પર ઈંટના લેયર બનાવવા આવશ્યક
હોલીકા પ્રગટાવવા રસ્તા પર સીધે સીધા લાકડા ગોઠવવા પૂર્વે રસ્તા પર રેતીનું લેયર કરી તેના પર બેથી ત્રણ ઈંટના લેયર કરી પ્રગટાવવાથી ડામરને ઓછુ નુકશાન થાય છે જેથી રસ્તાની આયુષ્ય પણ ઘટતી નથી. ત્યારે લોકોએ રેતી અને ઈંટના લેયર કરવા અનુરોધ છે.
એસ.જે. ચંદારાણા, સીટી એન્જિનિયર