• Gujarati News
  • ભાવનગરમાં કોળી ઉમેદવાર માટે ભાજપ પાર્લામેન્ટરમાં ચર્ચા

ભાવનગરમાં કોળી ઉમેદવાર માટે ભાજપ પાર્લામેન્ટરમાં ચર્ચા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર. ૧૨ માર્ચ
લોકસભાની ચૂંટણી માટે ભાવનગર બેઠક પર કોગ્રેસમાંથી પાલિતાણાના ધારાસભ્ય પ્રવિણભાઇ રાઠોડનું નામ નિ‌શ્ચિ‌ત મનાતા ભાજપમાંથી ઉમેદવારી પસંદગી અઘરી પડી છે ત્યારે આ સંદર્ભે આજે ગાંધીનગર ખાતે મળેલી પાર્લામેન્ટરી બો‌ર્ડ‌માં થયેલી ચર્ચાંમાં કોળી સમાજમાંથી જ ઉમેદવાર નક્કી કરવા પર અપેક્ષીત હોદ્દેદારોએ ભાર મુક્યો હોવાનું જાણવા મળેલ છે.
ગત વિધાનસભાની ચૂંટણીએ ભાવનગરના જ્ઞાતિના સમીકરણોમાં મોટો બદલાવ લાવ્યો છે અને ભાજપ તેમજ કોંગ્રેસના ક્ષત્રિય ઉમેદવારોના પરાજયથી લોકસભાનું ગણિત પણ ફેરવાયું છે તેવામાં તાજેતરમાં જ કોંગ્રેસ દ્વારા ઇલેકશનથી સિલેકશનમાં પાલિતાણાના ધારાસભ્ય પ્રવિણભાઇ રાઠોડ વિજેતા થતા કોંગ્રેસમાંથી કોળી ઉમેદવાર પર પસંદગી ઉતારવાની સંપૂર્ણ તૈયારીથી ભાજપમાંથી પણ કોળી ઉમેદવારની પસંદગી માટે આજે મળેલી પાર્લામેન્ટરી બો‌ર્ડ‌માં ચર્ચા થઇ હતી.
ભાવનગર શહેર અને જિલ્લા ભાજપના પ્રમુખ, મહામંત્રીઓ, નિરીક્ષકો, પ્રભારી, પ્રદેશ હોદ્દેદારો સાથે ઉમેદવારી નોંધાવેલા આગેવાનો સંદર્ભે ચર્ચા-વિચારણા કરી હતી. જેમાં કોળી સમાજમાંથી ધારાસભ્ય ડો.ભારતીબેન શિયાળ, આર.સી.મકવાણા, વી.ડી.મકવાણા, દીપાબેન સોલંકી જયારે ક્ષત્રિયમાંથી સાંસદ રાજુભાઇ રાણાના નામની ચર્ચા થઇ હતી. તદ્દઉપરાંત સંગઠનના મુખ્ય હોદ્દેદારો બાબતે પણ વિચારણા ચાલી હતી.