• Gujarati News
  • સિંગાપુરમાં ભારત, પાકિસ્તન અને બાંગ્લાદેશની એકતા બાદૃચ્ ’ડ્રાય ડોકિંગના વિદેશી દબાણના કારણે અ

સિંગાપુરમાં ભારત, પાકિસ્તન અને બાંગ્લાદેશની એકતા બાદૃચ્/’ડ્રાય ડોકિંગના વિદેશી દબાણના કારણે અલંગ શિપબ્રેકિંગ યા‌ર્ડ‌ મુશ્કેલીમાં મુકાશે………જે દેશોમાં ડ્રાય ડોકિંગની સવલત હોય ત્યાં જ જહાજ ભાંગવા મોકલવાનો કાયદો ઘડવા યુરોપની તજવીજ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર. ૧૨ માર્ચ
તાજેતરમાં સિંગાપુર ખાતે યોજાઇ ગયેલી શિપબ્રેકિંગ અંગેની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ દ્વારા બીચિંગ પધ્ધતીથી જ શિપબ્રેકિંગ કરવા અંગે ભાર મુક્યા બાદ યુરોપીયન યુનિયન દ્વારા જહાજના માલીકોને જે દેશમાં ડ્રાય ડોકિંગથી શિપબ્રેકિંગ ચાલતુ હોય ત્યાંજ જહાજ મોકલવા દબાણ લાવવામાં આવશે.
ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ દ્વારા સમગ્ર વિશ્વમાં ભાંગવા માટે ઉપલબ્ધ બનતા કુલ જહાજના ૮૦ ટકા જહાજ તોડવામાં આવે છે. તાજેતરમાં સિંગાપુર ખાતે મળી ગયેલી શિપબ્રેકિંગ અંગેની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં આ ત્રણેય દેશના પ્રતિનિધિઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો અને યુરોપીયન યુનિયન દ્વારા સુચવવામાં આવી રહેલી ડ્રાય ડોકિંગથી
શિપબ્રેકિંગ પધ્ધતિનો વિરોધ કરવામાં આવ્યો હતો.
ડ્રાય ડોકિંગ માટે દરિયામાં ૨ કિ.મી. દૂર સુધી પ્લેટફોર્મ બનાવવા પડે અને તેના માટે આજુબાજુમાં પણ જગ્યા વિશાળ જુએ, જ્યારે આ ત્રણેય દેશોમાં શિપબ્રેકિંગ પ્લોટ બાજુબાજુમાં આવેલા છે, તથા કાંઠા સુધી આસાનીથી જહાજ પ્રવેશી શકે છે, તેથી આ પધ્ધતિ યોગ્ય નથી. યુરોપીયન યુનિયનના પ્રતિનિધિઓ સિંગાપુર કોન્ફરન્સમાં ૩ દેશોનો વિરોધ પારખી ગયા હતા અને પારોઠના પગલા ભર્યા હતા. પરંતુ તેઓના દ્વારા હવે શિપના માલીકોને જ જે દેશોમાં ડ્રાય ડોકિંગની વ્યવસ્થા ઉપલબ્ધ હોય ત્યાંજ તેઓના જહાજ ભાંગવા મોકલવા અંગે દબાણ લાવવાની હિ‌લચાલ ચાલી રહી છે. સામાપક્ષે ત્રણેય દેશ બીચિંગ પધ્ધતિ પર અડગ છે.