• Gujarati News
  • કોલેજોમાં દોષ આવે તો માત્ર વિદ્યાર્થી‍ઓ દંડાય પ્રોફેસરો નહી !!

કોલેજોમાં દોષ આવે તો માત્ર વિદ્યાર્થી‍ઓ દંડાય પ્રોફેસરો નહી !!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધર્મેન્દ્ર પાઠક ભાવનગર ૧૧ માર્ચ
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.માં પરીક્ષાની સિઝન નજીક આવતી રહી છે ત્યારે છેલ્લી કેટલીક પરીક્ષાઓ વખતે જે સામાન્ય ફરિયાદો રહી છે તે આ વખતે દુર થાય તેવી આશા તેજસ્વી વિદ્યાર્થી‍ઓ યુનિ. સત્તાધિશો પાસેથી રાખે છે.જો કે છેલ્લાં બે વર્ષથી દર વખતે પરીક્ષા બાદ પરિણામો જાહેર થાય છે તેમાં ચકાસણીમાં ગોટાળા તેમજ એક-એક વર્ગમાં ૭૦ ટકા જેવા વિદ્યાર્થી‍ઓ નાપાસ જેવા પ્રશ્ન ઉદભવતા થયા છે. જેમ કે ઓક્ટોબર-૨૦૧૨માં લેવાયેલી પરીક્ષામાં ૩૩૦૦ જેટલા વિદ્યાર્થી‍ઓએ ઉત્તરવહી ફેર ચકાસણી કરાવેલી તેમાં ૨૯૦૦ જેટલાને માર્કમાં ફેરફાર આવેલો જે સૂચવતો હતો કે ઉત્તરવહી ચકાસણીની પ્રક્રિયામાં કોઇની ખામી છે પણ આમાં કોઇને સજા થઇ નથી. માત્ર સમિતિ રચી તપાસનું ફીંડલું વાળી દેવામાં આવે છે. જો કે દોષ વિદ્યાર્થી‍નો હોય તો અચૂક દંડ થાય છે. આ બેવડા ધોરણ છે.
એમ.કે.બી. યુનિ.માં આ વખતે બી.એસસી. સેમેસ્ટર-પમાં એક સાથે ૨૦૦ જેટલા વિદ્યાર્થી‍ઓ નાપાસ થતા અને તેમાં ભેદભાવ રાખ્યો હોવાની વ્યાપક ફરિયાદો વિદ્યાર્થી‍ સંગઠનો દ્વારા કરવામાં આવી હતી. ટયુશન કરતા હોય તેવા પ્રાધ્યાપકો ટયુશનમાં આવતા હોય તેના પ્રત્યે કુણી લાગણી રાખતા હોવાના આક્ષેપો વારંવાર થતા આવ્યાં છે. આવું જ થોડા સમય પહેલાં એમ.કોમ.ની પરીક્ષાના પરિણામમાં થયું જેમાં મોટા ભાગના વિદ્યાર્થી‍ઓ નાપાસ થયા હતા. હવે તો વોટસએપ જેવા સોશિયલ મિડિયાના માધ્યમથી પરીક્ષાના એક દિવસ અગાઉ પ્રશ્નો મળી જતા હોવાના આક્ષેપો પણ થાય છે.
આમ, આ વખતે પરીક્ષા શરુ થયા તે પહેલાં યુનિ.એ આ બાબતે પગલાં લેવા જરૂરી છે તેવુ શિક્ષણના હિ‌તેચ્છુઓમાં ચર્ચાઇ રહ્યું છે.
((ક્વોટ બોક્સ હેડિંગ)) ટયુશનીયા પ્રધ્યાપકો અંગેનો રિપો‌ર્ટ ક્યારે જાહેર થશે ?
ટયુશન કરતા અધ્યાપકો અંગે તપાસ કમિટિ રચવામાં આવી પણ તે સોંપ્યો હોવા છતાં જાહેર કરાતો ન હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે. મોટા ભાગના પરિણામો આવા પ્રાધ્યાપક તેના ટયુશનમાં આવતા વિદ્યાર્થી‍ઓ માટે કુણી લાગણી રાખીને જાહેર કરાતા હોય છે. આ માટે કમિટિ પણ રચવામાં આવી પણ તેનો રિપો‌ર્ટ કોઇ અકળ કારણોસર જાહેર કરાતો નથી.જેથી શંકા વધે છે.
કિશોર કંટારિયા, કો‌ર્ટ સભ્ય
((ક્વોટ બોક્સ હેડિંગ)) જવાબદારને સજા થતી નથી
યુનિ.માં પરીક્ષાની ઉત્તરવહી ચકાસણીમાં એક નહીં વખતોવખત છબરડાઓ બહાર આવ્યાં છે. જેમાં ઓકટોબર-૨૦૧૨નો દાખલો બેજોડ છે. કુલ ૩૩૦૦ વિદ્યાર્થી‍ઓએ પ્રશ્નપત્રમાં માર્કથી સંતોષ ન થતા ફેર ચકાસણી કરાવી હતી તેમાં અધધ.. કહેવાય તેટલા ૨૯૦૦ વિદ્યાર્થી‍ઓના માર્કમાં ફેરફાર આવ્યો હતો તેમ છતાં આ જવાબવહી ચકાસનારાને કેવી શિક્ષા થઇ તે કોઇ જાણતું નથી. બાકી વિદ્યાર્થી‍ હોય તો પરીક્ષા શુદ્ધિ સમિતિ તરત જ સજા ફરમાવે છે. આવી સજા પેપર ચકાસવામાં ભુલ કરનારાને પણ થવી જોઇએ.
પવન મજીઠીયા, એનએસયુઆઇ