• Gujarati News
  • વિશ્વના સૌથી મોટા શિપબ્રેકિંગ યા‌ર્ડ‌માં આવેલાૃચ્ ’૩૬ પ્લોટ હજુ ખાલી : નિર્ણય કરવા માટે જીએમબીન

વિશ્વના સૌથી મોટા શિપબ્રેકિંગ યા‌ર્ડ‌માં આવેલાૃચ્/’૩૬ પ્લોટ હજુ ખાલી : નિર્ણય કરવા માટે જીએમબીને કોઇ રસ જ નથી !………વર્ષોથી ખાલી પ્લોટ, કરોડો રૂપિયાની આવક ગુમાવી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર. ૧૦ માર્ચ
ગુજરાત મેરિટાઇમ બો‌ર્ડ‌ દ્વારા અલંગ શિપબ્રેકિંગ યા‌ર્ડ‌માં આવેલા ૧૭૦ પ્લોટ પૈકી ૩૬ પ્લોટ હજુપણ અનિિર્ણત રાખવામાં આવતા પ્રતિવર્ષ કરોડો રૂપિયાની આવક ગુમાવવી પડી રહી છે. જીએમબી દ્વારા હરાજીથી વેચવામાં આવેલા ૪ પ્લોટ પૈકી માત્ર ૧ પ્લોટ જ ચાલુ થવા પામ્યો છે.
અલંગ શિપબ્રેકિંગ યા‌ર્ડ‌માં આવેલા પ્લોટ પૈકી વી-૩, વી-૮,૯,૧૦ની હરાજી જીએમબી દ્વારા ઓનલાઇન કરવામાં આવી હતી અને ૨૩૦૦થી ૩૨૦૦ રૂપિયા પ્રતિ સ્કે.મીટરના ભાવથી પ્લોટ વેચાયા હતા. પરંતુ વી-૯ પ્લોટને બાદ કરતા અન્ય ત્રણ પ્લોટ જેઓએ ખરીદયા હતા તેઓને કબજો પણ સંભાળ્યો ન હતો
અને ડિપોઝિટના નાણા પણ
ગુમાવ્યા હતા.
ગુજરાત મેરિટાઇમ બો‌ર્ડ‌ને વર્ષ ૨૦૧૨-૧૩માં અલંગમાંથી પ૬,૦૧,૨૭,૪૬૨.૭૯, વર્ષ ૨૦૧૧-૧૨માં પ૬,૧૬,૯૮,૧૧પ, વર્ષ ૨૦૧૦-૧૧માં ૪૨,૦૦,૯૨,૯૧૪, વર્ષ ૨૦૦૯-૨૦૧૦માં ૪૬,૨૭,૬૮,૯૪૧.૩૩ રૂપિયાની આવક થઇ હતી. હાલ ૧૩૦ પ્લોટ કાર્યરત છે અને સરેરાશ ૪૩ લાખ રૂપિયાની આવક દરેક પ્લોટમાંથી થાય છે. આમ ૩૬ પ્લોટ અનિર્ણીત રહેવાથી જીએમબીની છેલ્લા ૧૦ વર્ષમાં ૧પ.પ૦ કરોડની આવક ગુમાવવી પડી છે. તદ્દઉપરાંત કસ્ટમ્સ, એક્સાઇઝ ડયૂટી, વેટ, આવકવેરા સહિ‌તની કર આવકો પણ કેન્દ્ર અને રાજ્ય સરકારને ગુમાવવી પડી છે.
છેલ્લે ચાર વીએલસીસી પ્લોટની હરાજીમાં ઉંચી કિંમતની બોલી બોલાઇ હોવાથી હવે જીએમબીની દાઢ ડણકી છે, અને તેઓની હસ્તકના રહેલા કુલ ૩૬ પ્લોટનો નિર્ણય પણ ઓનલાઇન હરાજીથી કરવા માટેની વિચારણા ગાંધીનગર સ્થિત વડી કચેરી દ્વારા કરવામાં આવી રહી છે.