• Gujarati News
  • શહેરના મહત્તમ તાપમાનમાં ૨.૩ ડિગ્રીનો સડસડાટ વધારો

શહેરના મહત્તમ તાપમાનમાં ૨.૩ ડિગ્રીનો સડસડાટ વધારો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધર્મેન્દ્ર પાઠક ભાવનગર ૧૦ માર્ચ
ભાવનગર શહેરમાં તાપમાનમાં દરરોજ નોંધપાત્ર વધઘટ થઇ રહી છે. આજે એક જ દિવસ શહેરના બપોરના તાપમાનમાં ૨.૩ ડિગ્રી સેન્ટીગ્રેડનો નોંધપાત્ર વધારો થતા ૩૪.૩ ડિગ્રી તાપમાને બપોરના સમયે શહેરમાં ઉનાળાના આરંભ જેવી ગરમીનો અનુભવ થયો હતો. જો કે બપોર બાદ વાદળો છવાતા તાપમાન ઘટતા ગરમીમાં નજીવી રાહતનો અનુભવ થયો હતો.
હોળીનું પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે ભાવનગર શહેરમાં મહત્તમ અને લઘુત્તમ ઉષ્ણતામાનમાં નોંધપાત્ર વધઘટ થઇ રહી છે. ગઇ કાલે શહેરનું મહત્તમ તાપમાન ૩૨ ડિગ્રી સેન્ટીગ્રેડ થયેલું તે આજે ૨.૩ ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને ૩૪.૩ ડિગ્રીના આંકને આંબી જતા બપોરના સમયે ગરમીનો અનુભવ થયો હતો. જો કે બપોરના સાડા ત્રણ વાગ્યા બાદ ગગનમાં વાદળો છવાતા ગરમીની તીવ્રતા થોડી ઘટી હતી અને સાંજના સમયે પવનની ઝડપ પણ વધતા ગરમીમાં રાહતનો અનુભવ થયો હતો. આજે શહેરમાં પવનની સરેરાશ ઝડપ વધીને ૧૩ કિલોમીટરની થઇ હતી. તો હવામાં ભેજનું પ્રમાણ ૩૬ ટકા નોંધાયું હતુ. જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન ૨૦.પ ડિગ્રી નોંધાયું હતુ.