• Gujarati News
  • તંત્રની બેદરકારી બાળકોનો ભોગ લેશેૃચ્ ’શાળાની જગ્યામાં આડેધડ પડેલી સાધન સામગ્રીને કારણે બાળકો

તંત્રની બેદરકારી બાળકોનો ભોગ લેશેૃચ્/’શાળાની જગ્યામાં આડેધડ પડેલી સાધન સામગ્રીને કારણે બાળકો પર ઝળુંબતો ખતરો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
((જયેશ મકવાણા)) ભાવનગર. ૯ માર્ચ
શહેરમાં વિકાસ કામો પૂર્ણ થયા બાદ તે સ્થળ પરથી સામાન હટાવી પૂર્વવત નહીં કરાતા વિકાસને બદલે વિનાશ નોતરે છે તેવી જ અવદશા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓની છે. ડાયમંડ ચોકમાં આવેલી શાળામાં પાણીની ટાંકીનું કામ ઘણા સમયથી પૂર્ણ થઈ ગયું હોવા છતાં સ્થળ પર આડેધડ પડેલા સાધનોથી બાળકોના જીવનું જોખમ વધ્યું છે.
એક તરફ શિક્ષણનો વ્યાપ વધારવા અને બાળકોના રક્ષણ માટે સરકાર કરોડો રૂપિયા ફાળવે છે. પરંતુ ભાવનગર મહાનગરપાલિકાને તો બાળકોની કશી પરવા જ ન હોય તેવું વલણ છે. મહાપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ડાયમંડ ચોકમાં આવેલી શાળાની જગ્યામાં પાણીની ટાંકી બનાવી સુવિધાને બદલે દૂવિધા ઊભી કરી છે.
ડાયમંડ ચોકની શાળામાં ટાંકીનું કામ શરૂ થયું ત્યારથી ઉપાધી શરૂ થઈ છે. ટાંકીનું કામ ચાલ્યું ત્યાં સુધી શાળાના વિદ્યાર્થીઓને શિક્ષણમાં સતત વિઘ્ન ઊભુ થતું હતું. અંતે પાણીની ટાંકીનું કામ પૂર્ણ થયું અને લોકાર્પણ કરી પાણી વિતરણ પણ શરૂ કર્યું. જેથી બાળકોને હાશકારો થયો. પરંતુ સ્થળની પરિસ્થિતિ તો એની એજ રહી કામ પૂર્ણ થયું તેમ છતાં તેનો સામાન શાળાનીજગ્યામાંથી લઈ જવાની જરાય તસ્દી લેવાઈ નહીં. જેથી બાળકો માથે સતત ખતરો જ રહે છે. જ્યાં ને ત્યાં પડેલા સળિયા, પાઈપ, સાધનોથી શાળામાં આવતા બાળકોને ભારે અડચણ ઊભી થાય છે. તેમ છતાં તંત્રવાહકો જાણે બાળકો સાથે દુઘ્ર્‍ાટનાની રાહ જોઈ બેઠા હોય તેવું ભાસી રહ્યું છે.
ક્વોટ
ર્કોપોરેશનને રિપો‌ર્ટ કરી જાણ કરાશે
શાળામાં સાધન સામગ્રી પડી છે પરંતુ ત્યાં બાળકો જતા નથી. તેમજ મારી પાસે કોઈ ફરિયાદ આવી નથી તેમ છતાં તે બાબતે ર્કોપોરેશન અને સર્વ શિક્ષા અભિયાનને રિપો‌ર્ટ કરી જાણ કરાશે.
બિપીનભાઈ અગ્રાવત, ઈન્ચાર્જ શાસનાધિકારી