• Gujarati News
  • મહુવામાં અંધ અપંગ પરિવાર દ્વારા નેત્રયજ્ઞનું આયોજન

મહુવામાં અંધ અપંગ પરિવાર દ્વારા નેત્રયજ્ઞનું આયોજન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા બ્યુરો : અંધ અપંગ પરિવાર મહવા દ્વારા શિવાનંદ મીશન વિરનગરના સયુંકત ઉપક્રમે મહુવા કુબેરનાથ મંદિર તા.૧૧/૩ ને મંગળવારે સવારે ૮ થી ૧૨ કલાકે કુબેરનાથ મંદિર, કોલેજ રોડ, મહવા ખાતે નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. કેમ્પમાં ફેકો પધ્ધતીથી ટાંકા વગરના મોતિયાના ઓપરેશન કરવામાં આવશે. દર્દીઓને લાવવા-લઇ જવાની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવશે. વધુ વિગત માટે ભાસ્કરભાઇ દેસાઇ,પ્રશાંતભાઇ મહેતાનો સંપર્ક કરવો. કેમ્પમાં વહેલ તે પહેલાના ધોરણે કેસ કાઢવામાં આવશે.