• Gujarati News
  • ૩૩.પ ડિગ્રી સાથે શહેરમાં આગળ ધપતો ગરમીનો આંક

૩૩.પ ડિગ્રી સાથે શહેરમાં આગળ ધપતો ગરમીનો આંક

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધર્મેન્દ્ર પાઠક ભાવનગર ૮ માર્ચ
ભાવનગર શહેરમાં ગરમીનો આંક દિન પ્રતિદિન આગળ ધપતો જાય છે. આજે શહેરનું મહત્તમ તાપમાન વધીને ૩૩.પ ડિગ્રી સેન્ટીગ્રેડના આંકને આંબતા બપોરના સમયે રીતસરની ગરમી શરૂ થઇ ગઇ છે.
ભાવનગર શહેરમાં છેલ્લાં ત્રણ દિવસથી ગરમી પડવાનો આરંભ થઇ ગયો છે. ગઇ કાલે શહેરનું મહત્તમ તાપમાન ૩૨.૧ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ જે આજે ૧.૪ ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને ૩૩.પ ડિગ્રીના આંકને આંબી જતા ઉનાળાની આરંભની ગરમીનો અનુભવ શરૂ થઇ ગયો છે. તો રાત્રિના સમયે પણ શિયાળાની ઠંડીએ લગભગ વિદાઇ લઇ લીધી છે. શુક્રવારે રાત્રે શહેરનું લઘુત્તમ ઉષ્ણતામાન વધીને ૨૧.૭ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ જે ગુરૂવારે રાત્રે ૨૦.૭ ડિગ્રી હતું. તો હવામાં ભેજનું પ્રમાણ ૩૮ ટકા નોંધાયુ જ્યારે હવાની સરેરાશ ઝડપ ૧૯ કિલોમીટરની નોંધાઇ હતી.
આમ, હોળીનું પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે શહેરના દિવસ અને રાત્રિના તાપમાનમાં દરરોજ નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે જે ઉનાળો આવ્યાના એંધાણ આપે છે.