• Gujarati News
  • લોકસભાના કોંગ્રેસના ઉમેદવારનું ભાવિ ૮પ૮ મતદારોના હાથમાંૃચ્ ’ઈલેકશનથી સિલેકશન પ્રક્રિયામાં મ

લોકસભાના કોંગ્રેસના ઉમેદવારનું ભાવિ ૮પ૮ મતદારોના હાથમાંૃચ્/’ઈલેકશનથી સિલેકશન પ્રક્રિયામાં મતદાર નોંધણી પૂર્ણ: આજે ઉમેદવારો નક્કી થશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
((જયેશ મકવાણા)) ભાવનગર. ૨૭ ફેબ્રુઆરી
ભાવનગર લોકસભાની ચૂંટણી માટે સિલેકશનથી ઈલેકશનની નવી પ્રક્રિયા કોંગ્રેસ દ્વારા હાથ ધરતા અનેક આગેવાનો હાથ ધસતા થઈ ગયા છે. ઉમેદવાર માટે તમામ આધાર કોંગ્રેસના જ નિયત કરેલા ક્રાઈટ એરિયામાં આવતા મતદારો પર છે ત્યારે મતદાર નોંધણી પ્રક્રિયા પૂર્ણ થતા લોકસભા ક્ષેત્રમાં કુલ ૮પ૮ મતદારો નક્કી કરાયા છે . જે ૮પ૮ મતદારો, કોંગ્રેસના ઉમેદવારો નક્કી કરવાની ચૂંટણીમાં ભાગ લેશે.
લોકસભાની ચૂંટણીને લઈ છેલ્લા ઘણા દિવસોથી કોંગ્રેસ ઉમેદવાર માટે ભાગદોડ શરૂ છે.ઉમેદવારનું ઈલેકશનથી સિલેકશન પદ્ધતિ કોંગ્રેસ દ્વારા ભાવનગરમાં અપનાવતા એલ.આર.ઓ. અને એ.આર.ઓ. દ્વારા મતદાર નોંધણી પૂર્ણ થતા કુલ ૮પ૮ મતદાતાઓ નિયત કરાયા છે. જેઓ આગામી તા.૯મી માર્ચે કોંગ્રેસના ઉમેદવાર માટે યોજાનાર ચૂંટણીમાં મતદાન કરશે. મતદારોની નામાવલી હજારોની સંખ્યામાં આવી હતી જેમાં ચારણો ફરી જતા માત્ર ૮પ૮ જ મતદારો નિયત કરાયા છે.
મતદાર નોંધણી પૂર્ણ થતાં આવતીકાલ તા.૨૮ના રોજથી ઉમેદવારોની પ્રક્રિયા હાથ ધરાશે. ઈચ્છુક ઉમેદવારોએ આવતીકાલ તા.૨૮મીએ બપોરે ૧૨થી૪ કલાક દરમિયાન માજીરાજવાડી ખાતે એલ.આર.ઓ. સમક્ષ ઉમેદવારીપત્ર રજૂ કરી શકાશે.
બોક્સ-૧
આગેવાનોને બંધ મુઠ્ઠી ખૂલી ન જાય તેનો ડર
લોકસભા માટે ચૂંટણી કરી ઉમેદવાર નક્કી કરવાની કોંગ્રેસની પ્રક્રિયામાં અગાઉ અનેક ઉમેદવારોના નામ ચર્ચાંમાં હતા તે પાણીમાં બેસી ગયા છે. કારણકે, કોંગ્રેસના જ ૮પ૮ આગેવાન-કાર્યકરોમાં ઓછા મત મળે અને પરાજિત થાય તો તેઓની બંધ મુઠ્ઠી ખુલી જાય તેનો ડર સતાવતા હોવાની કોંગી કાર્યકરોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
બોક્સ-૨
ઉમેદવાર તરીકે કોના નામ ચર્ચામાં?
@ જીતુભાઈ વાઘેલા
@ પ્રવિણભાઈ રાઠોડ
@ દિગ્વીજયસિંહ ગોહિ‌લ
@ જીવણભાઈ ડાભી
@હિંમતભાઈ મેણીયા
@ પ્રવિણભાઈ મારૂ