Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પુલ સાથે ટ્રક અથડાતા હાઇવે પર ટ્રાફિક જામ
રમેશભાઇ)) સિહોર બ્યુરો . ૨૭ ફેબ્રુઆરી
સિહોર પાસેના મોટા સુરકા ગામના પુલ સાથે વહેલી સવારે ટ્રક અથડાતા હાઇ-વે પર ટ્રાફિકજામના દશ્યો સર્જાયા હતા.જેના કારણે પાંચ કલાક સુધી હાઇ-વે પર બંધ રહ્યો હતો.
ભાવનગર-રાજકોટ રોડ પર આવેલ મોટા સુરકા ગામના પુલ સાથે વહેલી સવારના શુમારે રાજકોટ તરફથી આવતા અને ભાવનગર તરફ જતો ટ્રક ((નં. એચ.આર.-પપ-જી-૩૧૧૩))ના ચાલક સામેથી આવતા કોઇ હેવી વાહનની લાઇટથી અંજાઇ જતાં પોતાના કબજામાં રહેલ ટ્રક પરનો કાબુ ગુમાવતા ટ્રક પુલની પાળી સાથે ધડાકાભેર અથડાયો હતો. ડ્રાઇવરે ઓચિંતા બ્રેક મારતા ટ્રકની એકસલ તૂટી જતાં ટ્રક બંધ પડી ગયો હતો. બંધ એવો પડયો કે આખા હાઇ-વેને રોકી લીધો. જેને કારણે ભાવનગર-રાજકોટ હાઇ-વે પર ટ્રાફિક જામ થઇ ગયો હતો અને પાંચ-પાંચ કલાક સુધી ટ્રાફિક જામ રહ્યો હતો.
જેને કારણે પુલ પાસેના રફ રસ્તેથી મોટા સુરકા ગામમાં થઇ વાહનો હાઇ-વે પર જતાં હતા. જયારે સિહોરથી રાજકોટ તરફ જતાં વાહનો કરકોલિયા ગામમાં થઇ હાઇ-વે પર જતાં હતા. જો કે આ અકસ્માતમાં સદ્નસીબે કોઇ જાનહાનિ થવા પામી નહોતી. આમ, અપ-ડાઉન કરતાં રત્નકલાકારો અને મુસાફરોને હાલાકી અને પરેશાનીનો સામનો કરવો પડયો હતો અને પોતાના નિયત સમય કરતાં મોડાપહોંચ્યા હતા. જો આ ટ્રક પુલ પરથી નીચે ખાબકયો હોત તો ટ્રકમાં બેસેલ બે માનવીની જિંદગી જોખમમાં મૂકાઇ જાત સિહોર પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને ક્રેનને બોલાવી ક્રેન દ્વારા ટ્રકને ઉપાડી હાઇ-વે ખુલ્લો કરાયો હતો.