તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • શિવાલયો ઓમકારના નાદથી ગુંજી ઉઠયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિવાલયો ઓમકારના નાદથી ગુંજી ઉઠયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રમેશભાઇ)) ભાવનગર . ૨૭ ફેબ્રુઆરી
દેવો પણ જેની સતત સ્તુતિ કરે છે અને સૃષ્ટિમાંના તમામ જીવો આખરે જેનામાં લીન થાય છે તેવા શિવ મહાદેવના મહાપર્વ મહાશિવરાત્રિ નિમિતે આજે વહેલી સવારથી જ સમજી ગોહિ‌લવાડમાં ધર્મમય વાતાવરણ બની ગયુ હતુ. હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠયો હતો. ગોહિ‌લવાડના તમામ શિવમંદિરોમાં સવારથી ભાવિકો ભોળાનાથને રીઝવવા પહોંચી ગયા હતા. ઐતિહાસિક માળનાથ મહાદેવ, સિહોરના ગૌતમેશ્વર મહાદેવ, થાપનાથ મહાદેવ, ભાવનાથ મહાદેવ સહીતના મંદિરોમાં ભાવિકોની ભીડ હતી. ભાવનગર જિલ્લાના મુખ્ય શિવમંદિરોમાં મળો જામ્યો હોય તેવુ વાતાવરણ સર્જા‍યુ હતુ.
સિહોરમાં નવનાથ ઉપરાંત અન્ય શિવાલયોમાં શિવરાત્રિના પાવન પર્વ નિમિતે ભાવિક ભકતજનો બહોળી સંખ્યામાં ઉમટી પડયા હતા. પંચમુખા, મુકતેશ્વર મહાદેવ સહીતના પ્રખ્યાત શિવાલયો એ આખો દિવસ ભાવિક ભકતજનોનો ભીડ જામેલી રહી હતી. અને હર હર મહાદેવના બુલંદ નાદથી વાતાવરણ ગાજી ઉઠયું હતું. સણોસરા ખાતે સાંઢીડા મહાદેવ,નિલકંઠ મહાદેવ સહીત ગ્રામ્ય પંથકમાં પણ શિવરાત્રિનો પર્વ ઉજવાયો હતો.
બોટાદ વૈજનાથ મહાદેવ સંસ્કૃત પાઠશાળા તથા સનાતન ધર્મ પ્રેમી સમાજના શિવભક્તો તેમજ યુવા સમસ્ત બ્રસમાજ દ્વારા શિવજીની પાલખીને શોભાવતી ભવ્ય શોભાયાત્રા બોટાદના મસ્તરામજી મંદિરથી પ્રયાણ કરી હતી. આ શોભાયાત્રા બોટાદના વિવિધ માર્ગો પર ફરી વૈજનાથ મહાદેવ મંદિરમાં પુર્ણ થઇ હતી. શોભાયાત્રામાં હજારો ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.
તળાજા નગરના શિવાલયોમાં મહાશિવરાત્રી પર્વની અનન્ય શ્રદ્ધા ભકિત અને ઉત્સાહપૂર્વક ઉજવણી થઇ હતી. હર હર મહાદેવના ઉદઘોષ સાથે સવારથી જ તમામ શિવમંદિરોમાં ભકતો પુજન દર્શન માટે ઉમટી પડયા હતા. તળાજાના અતિપ્રાચિન ધનેશ્વર મહાદેવ ખાતે રૂદ્રાભિષેક, યજ્ઞ તથા મહાઆરતી યોજાઇ હતી.
મોટા ગોપનાથ મહાદેવ ખાતે દરિયાકિનારે શિવભકતોએ મોટી સંખ્યામાં સમુદ્ર સ્નાન અને શિવદર્શન કર્યુ હતુ. પ્રજાપિતા બ્રાકુમારી વિશ્વ વિદ્યાલય તળાજા શાખા દ્વારા મહાશિવરાત્રિ નિમિતે યોજવામાં આવેલ ભવ્ય શોભાયાત્રા
નિકળી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો