• Gujarati News
  • સિંહોના મોતની ઘટનાથી રેલ અને વન તંત્રએ ઘડયો એકશન પ્લાનસતત ર્હોન વગાડવો, સ્પીડ કંટ્રોલ જેવા નિર્

સિંહોના મોતની ઘટનાથી રેલ અને વન તંત્રએ ઘડયો એકશન પ્લાનસતત ર્હોન વગાડવો, સ્પીડ કંટ્રોલ જેવા નિર્ણયો લેવાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર. ૨૭ ફેબ્રુઆરી
ટ્રેનની અડફેટે ચડવાથી તાજેતરમાં જ સિંહના મોતની ઉપરાઉપરી બનેલી ઘટનાના પગલે રેલ અને વન વિભાગના અધિકારીઓની બેઠક ડીઆરએમ કચેરી ભાવનગર ખાતે મળી હતી. જેમાં વર્તમાન કાર્ય પદ્ધતિમાં કેટલાક સુધારા-વધારા કરવાનો નિર્ણય બંને ખાતા દ્વારા લેવાયો છે. ખાસ કરીને રેલવેના ગા‌ર્ડ‌ અને ડ્રાઇવરોને સાસણમાં ખાસ પ્રકારની તાલીમ આપવામાં આવશે.
ભાવનગર રેલ ડિવિઝન હેઠળ પીપાવાવ, મહુવા, ઢસા રૂટ પર રેલનો ટ્રાફિધ વધ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે સતત માલગાડીની અવર-જવર જોવા મળી રહી છે. આવા સંજોગોમાં કોઇ મારણ કરીને સિંહ-સિંહણ તેના પરિવાર સાથે ટ્રેનના પાટા ઉપર આહાર કરતા હોય છે. આ સમયે ટ્રેન પાટા ઉપર પસાર થતાં જ શિકારી ખુદ શિકાર બની જાય છે.
આવી બે ઘટના થોડા થોડા સમયના અંતરે બની હતી. જેથી વન વિભાગ અને રેલ તંત્ર દ્વારા ઉચ્ચ અધિકારીની બેઠક બોલાવાઇ હતી. આ બેઠકમાં પીપાવાવથી ઢસા રૂટમાં ચાલતા ગા‌ર્ડ‌ અને રેલના ડ્રાઇવરોને સાસણમાં ખાસ પ્રકારની તાલીમ આપવી, સિંહની સુરક્ષા માટે ખાસ ટ્રેક‌ર્સ રાખવા, રાત્રિના સમયે ટ્રેન ચાલકે સતત ર્હોન વગાડવો, રાત્રિના સમયે ટ્રાફિક ઘટાડી દિવસે વધુ ટ્રેન દોડાવવી, મર્યાદિત સ્પીડમાં ટ્રેન દોડાવવી વિગેરે બાબતો પર ચર્ચા-વિચારણા કરીને તેનું અમલીકરણ કરવા નિર્ણય લેવાયો હતો. તેમજ બંને ખાતાએ વડી કચેરીને પત્ર વ્યવહાર કરાયો હતો.