તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • શિયાળો ઉનાળો મિશ્ર ઋતુનાં લીધેૃચ્ ’ભાવનગરમાં શરદી ઉધરસ,તાવ,ઝાડા ઉલ્ટીનાં દરરોજનાં ૧૦૦૦ કેસો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

-શિયાળો-ઉનાળો મિશ્ર ઋતુનાં લીધેૃચ્/’ભાવનગરમાં શરદી-ઉધરસ,તાવ,ઝાડા-ઉલ્ટીનાં દરરોજનાં ૧૦૦૦ કેસો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર:૨૭.
ભાવનગરમાં શિયાળાએ હજુ વિદાય લીધી નથી અને ઉનાળા જેવી ગરમી શરૂ થઇ ગઇ છે. ત્યાજ શહેરની સર.ટી.હોસ્પિટલ ઉપરાંત ઇ.એસ.આઇ.નાં દવાખાનામાં અને ખાનગી હોસ્પિટલોમાં તાવ,ઝાડા-ઉલ્ટી અને શરદી-ઉધરસનાં કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. એક અંદાજ મુજબ ભાવનગર શહેરમાં દરરોજનાં ૧૦૦૦ જેટલા કેસો નોંધાવા પામ્યા છે.
હાલમાં હજુ શિયાળાની ઋતુ શરૂ છે. અને મોડીરાતથી વહેલી સવાર દરમ્યાન આકાશમાં સુરજદેવ તપતા હોય ઉનાળા જેવી ગરમીનો અહેસાસ લોકોને થઇ રહયો છે. હજુ ગત અઠવાડીયામાં જ ભાવનગર જીલ્લાના તળાજા પંથક સહિ‌તનાં કેટલાક ગામોમાં કમોસમી છાંટા પડયા હતા.
છેલ્લા કેટલાક દિવસોથી મિશ્ર ઋતુનાં કારણે અનેક પ્રકારનો રોગચાળો વકરયો છે.જેમાં ખાસ કરીને શરદી-ઉધરસ,તાવ,મેલેરીયા,ઝાડા-ઉલ્ટી નાં દર્દીઓનો જાણે કે રાફડો ફાટયો છે.શહેરની સર.ટી.હોસ્પિટલ ઉપરાંત કેટલીક સંસ્થાકીય હોસ્પિટલો અને ખાનગી દવાખાનામાં દર્દીઓની લાઇનો લાગે છે. ભાવનગર સર.ટી.હોસ્પિટલમાં નોંધાયેલા આંકડા મુજબ ચાલુ મહિ‌નામાં દરરોજના સરેરાશ ૩૦૦થી વધુ અને ઇ.એસ.આઇ. તેમજ ખાનગી દવાખાનાઓમાં પણ દરરોજના ૭૦૦થી૮૦૦ કેસો માત્ર ઓ.પી.ડી.માં નોંધાયા છે. શહેરમાં દરરોજનાં ૧૦૦૦થી વધુ કેસો તાવનાં નોંધાવા પામ્યા છે. જો કે અનેક પ્રકારનાં રોગચાળામાં સૌથી વધુ કેસો શરદી-ઉધરસનાં નોંધાવા પામ્યા છે. જો કે કમળાના પણ ૭૦ જેટલા કેસો નોંધાયા હોવાનું જાણવા મળેલ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો