તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ગુણોત્સવનું નબળું પરિણામ છતાં ૨૦ ટકા શાળામાં જ કસોટી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુણોત્સવનું નબળું પરિણામ છતાં ૨૦ ટકા શાળામાં જ કસોટી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધમર્કેન્દ્ર પાઠક ભાવનગર ૨૭ ફેબ્રુઆરી
ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા સુધારા માટે છેલ્લાં ચારેક વર્ષથી નિયમિત પણે ગુણોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં ગત વર્ષે ભાવનગર જિલ્લાની પ્રાથમિક શાળા કક્ષાના ગુણોત્સવમાં ટોપ-૧૦ માં પણ ક્યાંય નંબર ન હતો અને નબળું પરિણામ હતું છતાં આ વર્ષે ગુણોત્સવ હોય તેવી શાળાઓની સંખ્યામાં વધારો કરવાને બદલે ૧૦ ટકા ઘટાડો કરી દેવાતા રાજ્ય સરકારની નિયત સાફ થઇ ગઇ છે. ગત વર્ષે ૩૦ ટકા શાળાઓમાં ગુણોત્સવ હતો.
પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા સુધરે અને શાળાઓમાં આંતરમાળખાગત સુવિધાઓ વધે તે હેતુથી રાજ્ય સરકાર દર વર્ષે ગુણોત્સવ યોજે છે. ગત વર્ષ,૨૦૧૩માં પ્રાથમિક કક્ષાના ગુણોત્સવમાં ગિજુભાઇ બધેકા, નાનાભાઇ ભટ્ટ અને હરભાઇ ત્રિવેદી જેવા રાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત શિક્ષણશાસ્ત્રીની ભૂમિ ભાવનગર જિલ્લાનું પરિણામ અત્યંત નબળું રહ્યું હતુ. રાજ્યમાં સર્વશ્રેષ્ઠ એ ગ્રેડમાં શાળા કક્ષાની ગુણવત્તા મૂલ્યાંકનમાં ભાવનગર જિલ્લાનો નંબર સાવ તળીયે એટલે કે ૧૯મો નંબર હતો ! ગ્રેડ પ્રમાણે જોઇએ તો ભાવનગર જિલ્લામાં ૧૨૦૦ જેટલી શાળામાંથી માત્ર ૧૧૭ શાળાઓને જ એ ગ્રેડ મળ્યો હતો.
આ વર્ષે તમામ ફરી શાળાઓમાં એક વખત ગુણોત્સવ યોજવાની જરૂર હતી પણ સરકારી શિક્ષણ વિભાગને શું મતિ સૂઝી કે માત્ર ૨૦ ટકા શાળાઓમાં જ ગુણોત્સવ યોજવાનું આયોજન ઘડવામાં આવ્યું છે.!
ભાવનગર જિલ્લામાં ૧૨૦૦ પૈકી ૨૪૦ શાળાઓમાં ગુણોત્સવ છે. ખરેખર તો બી, સી અને ડી ગ્રેડવાળી તમામ ૧૦૮૦ જેટલી શાળાઓમાં ગુણોત્સવ યોજવાની જરૂરીયાત હતી. વળી દિવસો પણ ઘટાડી દેવામાં આવ્યા છે. ગુણોત્સવની પરંપરા રહી છે કે ત્રણ દિવસ સુધી યોજાય છે. પણ આ વખતે બે જ દિવસ રખાયા છે. તા.૧ માર્ચ અને તા.૨ માર્ચ, ગુણોત્સવ છે.
((બોક્સ હેડિંગ)) ભાવનગરની શાળઓનો દેખાવ
જિલ્લો એ પ્લસ ગ્રેડ એ ગ્રેડ બી ગે્રડ સી ગ્રેડ ડીગ્રેડ
ભાવનગર ૬ ૧૧૭ ૭૯૭ ૨૭૦ ૧૧
((બોક્સ હેડિંગ)) રાજ્યમાં છેક ૧૯મો નંબર
ભાવનગર જિલ્લાનો તેજસ્વી ગણાતા એ ગ્રેડમાં તો છેક ૧૯મો નંબર થઇ ગયો છે. ભાવનગરથી આગળ હોય તેવા જિલ્લાઓમાં અમરેલી, દાહોદ, પંચમહાલ, વલસાડ, સાબરકાંઠા જેવા અગાઉ ભાવનગરથી પાછળ હતા તેવા જિલ્લાનો પણ સમાવેશ થાય છે.
((ક્વોટ બોક્સ હેડિંગ)) પસંદગી રાજ્ય કક્ષાએથી થઇ છે
આ શાળઓની પસંદગી રાજ્ય કક્ષાએથી કરવામાં આવી છે. ૨૪૦ શાળાઓ છે. જેમાં જિ.પં., ર્કોપોરેશન, ગ્રાન્ટેડ અને આશ્રમ શાળાઓનો સમાવેશ થાય છે. પ્રથમ દિવસે ૧૨૦ અને બીજા દિવસે ૧૨૦ એમ ચકાસણી થશે.ઓએમઆર પદ્ધતિએ કસોટી લેવાશે. ધો.૧થી પમાં વાંચન, ગણન અને લેખન તેમજ ધો.૬થી ૮માં વિષયવસ્તુઓને આવરી લેતી કસોટી લેવાશે. આ માટે ૧૨૦ ટીમો બનાવવામાં આવી છે. જેમાં ૩૬૦ મૂલ્યાંકનકારો રહેશે.
આર.એસ.ઉપાધ્યાય, ડે.ડીપીઇઓ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો