• Gujarati News
  • બોરતળાવ હીરાની લૂંટમાં કમળેજના બે શખ્સો ઝડપાયાદેવું થઇ જતાં લૂંટ કર્યાની કબૂલાત

બોરતળાવ હીરાની લૂંટમાં કમળેજના બે શખ્સો ઝડપાયાદેવું થઇ જતાં લૂંટ કર્યાની કબૂલાત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર. ૨૬ ફેબ્રુઆરી
ભાવનગર શહેરના બોરતળાવમાં અઠવાડિયા પૂર્વે થયેલી હીરા તથા રોકડની લૂંટ પ્રકરણે પોલીસે ભેદ ઉકેલી નાંખીને બે લૂંટારૂ શખ્સ તથા તેને ટીપ આપનાર શખ્સની ધરપકડ કરી છે. આ લૂંટ કરવા ત્રણ દિવસથી કારખાનેદારની રેકી કરાઇ હતી. લૂંટારૂએ પોતાની માથે દેવું થઇ જતાં આ લૂંટ કરી હોવાની કબૂલાત આપી હતી.
ભાવનગર શહેરના કુમુદવાડી માલધારી સોસાયટી પ્લોટ નં.૩૧માં હીરાનું કારખાનું ધરાવતા અશોકભાઇ મધવજીભાઇ મોરડીયા પટેલ પોતાના ઘરે બોરતળાવ જતાં હતા ત્યારે તા.૨૦-૨ના રોજ મોડી સાંજે મુકેશ ઉર્ફે લાલુ રમેશભાઇ હીરાભાઇ આહિ‌ર તથા કાળુ બનુભાઇ આહીર ((રહે. બંને કમળેજ))એ અશોકભાઇના હાથમાં રહેલી કપડાની થેલીમાં મુકેલા૧પ૦ કેરેટ કિંમત રૂ.૨પ,૦૦૦૦ તથા રોકડ ૨પ૦૦ની લૂંટ કરી હતી.
બંને શખ્સો બાઇક નં. જીજે ૪ બીકે ૬૨૨૨ના પાછળના ભાગની નંબર પ્લેટ ઉંધી કરીને મરચાની ભૂકી લાવીને લૂંટને અંજામ આપ્યો હતો. સી ડિવિઝનના પીઆઇ લાલીવાલા તથા ડી સ્ટાફના અર્જુનસિંહ, યશવંતસિંહ, બલવિરસિંહ, દશરથસિંહ સહિ‌તનાએ ઝડપી લીધેલ. આરોપીઓએ કબૂલ્યું હતું કે, લૂંટની ટીપ જસા ઉર્ફે ભોપા ભીમાભાઇ આહિ‌ર ((રહે. કમળેજ))એ આપી હતી. જે કારખાનામાં કામ કરી રહેલ છે. કાળુ અને મુકેશે એવી કબૂલાત આપી હતી કે તેના પર દેવુ વધી જતાં આ લૂંટને અંજામ આપ્યો હતો. પોલીસે મુદ્દામાલ સાથે ત્રણેયની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરેલ છે.