તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ગ્રામ્ય પંથકમાં પ૦%„ જેટલો વીજ લોસ !!જેસર, ઘોઘા, પાલિતાણા રૂરલ અને બગદાણામાં સૌથી વધુ લાઇન લોસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રામ્ય પંથકમાં પ૦%„ જેટલો વીજ લોસ !!જેસર, ઘોઘા, પાલિતાણા રૂરલ અને બગદાણામાં સૌથી વધુ લાઇન લોસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર . ૨૬ ફેબ્રુઆરી
અધિકારીઓની મીઠી નજર તળે ગ્રામ્ય વિસ્તારોમાં થતી ધૂમ વીજચોરીને કારણે ભાવનગરના ગ્રામ્ય પંથકમાં ૩૭ થી ૪૭ ટકા જેટલો વીજ લોસ આવી રહ્યો છે. વીજ લોસ ઘટાડવા માટે સામાન્ય ગ્રાહકોના બિલમાં આડેધડ વધારો કરી દેવાતો હોવાની વ્યાપક ફરિયાદ ઉઠવા પામી છે. ગ્રામ્ય પંથકમાં થતી બેફામ વીજચોરીને અટકાવવા અને તેમાં મિલીભગત ધરાવતા અધિકારીઓ સામે કડક પગલા લેવા જોઇએ તેવી લોકલાગણી છે.
ભાવનગર શહેર અને જિલ્લામાં સૌથી ઓછો વીજ લોસ કાળિયાબીડ સબ ડિવિઝનમાં છે. તો તેની સામે જેસર સબ ડિવિઝનમાં અધધ..૪૬.પ૮ ટકા વીજ લોસ છે.
ભાવનગર શહરે બે ડિવિઝનમાં ૧૦ સબ ડિવિઝન હેઠળ વહેચાયેલું છે. તેવી જ રીતે જિલ્લામાં ભાવનગર રૂરલ, મહુવા, પાલિતાણા સબ ડિવિઝન હેઠળ ૧૭ સબ ડિવિઝન મળીને પીજીવીસીએલ ૨૭ સબ ડિવિઝનમાં વીજળી અંગેની કામગીરી કરે છે.
પરંતુ હાલમાં પાવર ચોરીનું દૂષણ ઠેરનું ઠેર ફેલાયેલું છે. જેમાં પરિણામલક્ષી કોઇ ઘટાડો થયો નથી. સામાન્ય રીતે પાવર વપરાશ વધવાની સામે વીજ કંપનીને રેવન્યુની આવક થતી હોય છે. પણ રેવન્યુ આવક ઓછી થવા સામે પાવર વપરાશ વધવાથી વીજ લોસ આપોઆપ વધવા લાગે છે. જેની સામે તંત્રવાહકો ડિવિઝન વાઇઝ સરેરાશ કરતા વધારે રકમના બિલો ફટકારી દે છે. આથી વીજ ચોરોનો ડામ નિર્દોષ ગ્રાહકો ઉપર પડી રહ્યો છે.
લોસ ઘટાડવા સતત ચેકિંગ ઝુંબેશ ચાલુ રખાઇ છે
થાંભલાની જગ્યાએ કેબલ નાંખવાની કામગીરી વધારી દેવાઇ છે. મીટરો રિપ્લેસ કરાય છે. ઉપરાંત વીજ લોસ ઘટે તેના માટે સતત ચેકિંગ ઝુંબેશ ચાલુ રાખીએ છીએ. ખુલ્લા વાયરોની જગ્યાએ એલસી નાંખવામાં આવે છે. એક વર્ષમાં પાલિતાણા ડિવિઝનમાં ૯.૩૪ ટકા વીજ લોસ ઘટાડયો છે. તેવી જ રીતે ભાવનગર રૂરલમાં પણ ૭.૨પ ટકા ઘટાડયો છે. કાર્યવાહી સતત ચાલુ જ છે.
એચ.એન.તેવાડી, સુપ્રિ.એન્જિનિયર પીજીવીસીએલ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો