• Gujarati News
  • વિકાસને કોરાણે મુકી જિ.પં.નું બજેટ મંજૂર

વિકાસને કોરાણે મુકી જિ.પં.નું બજેટ મંજૂર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જયેશભાઇ)) ભાવનગર . ૨૬ ફેબ્રુઆરી
ભાવનગર જિલ્લા પંચાયત માત્ર રાજકીય ખીચડી પકવવાનુ કેન્દ્ર બની ગયુ હોય તેમ અંદાજપત્ર જેવી મહત્વની બાબતની બેઠકમાં પણ શાસક અને વિપક્ષ વ્યકિતગત અને પક્ષીય આક્ષેપબાજીઓમાંથી જ ઉંચા આવ્યા ન હતા. અને આક્ષેપો-પ્રતિઆક્ષેપોમાં એક તબકકે ગૃહની ગરિમા ઝંખવાય તેવા શબ્દ પ્રયોગો કરતા પણ ખચકાયા ન હતા અંતે કોઇ વિકાસની ચર્ચા વગર જિલ્લા પંચાયતનુ વર્ષ ૨૦૧૪-૧પનું રૂ.૧૭૮,૭પ,૮૦,૬૦૬ની પુરાંતલક્ષી બજેટ બહુમતીએ પસાર કર્યુ હતુ.
ભાવનગર જિલ્લા પંચાયતના વર્ષ ૨૦૧૩-૧૪ના સુધારેલા અને ૨૦૧૪-૧પના અંદાજપત્રને મંજુર કરવા મળેલી સભા શરૂ થાય તે પૂર્વે જ ભાજપના જ સભ્ય વી.ડી. સોરઠીયાએ સિંચાઇના કાર્યપાલક ઇજનેર પટેલને સભાગૃહમાંથી બહાર કાઢો ત્યારબાદ જ સભા શરૂ કરવાના રાખેલા હઠાગ્રહથી ગોકીરો મચી ગયો હતો. અને ખુદ પ્રમુખ તેમજ શાસકના સભ્યો તેને અયોગ્ય લેખાવતા હતા. તો દિગુભા ગોહિ‌લે આ બેઠક વ્યકિતગત નથી કે કોઇ સામે વાંધો હોય તે અધિકારીને બહાર કાઢવામાં આવે જેનો વિરોધ થતા માંડ માંડ મામલો થાળે પડયો હતો. જોકે સિંચાઇના કાર્યપાલક ઇજનેરની બદલી થઇ ગઇ છે ત્યારે તેને સભામાંથી બહાર કાઢવાનો મુદ્દો જ નિરર્થક હતો.
જયારે પ્રમુખ વિમળાબેન બગડીયા સભામાં ગેરહાજર રહેવા બાબતે દિગુભાએ ગત સભામાં પ્રમુખ પતિ સામે થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપને કારણે ગેરહાજર રહ્યા હોવાની શંકા સેવતા ઇન્ચાર્જ પ્રમુખ પેથાભાઇ આહિ‌ર ઉકળી ઉઠયા હતા. અને તમે દુધે ધોયેલા નથી. તમારે ભ્રષ્ટાચારની વાત ના કરાયના પ્રતિઆક્ષેપ કરતા દિગુભાએ મંત્રી પરશોતમભાઇ સોલંકી સાથે કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપને છંછેડયો હતો. ત્યાં રમેશભાઇ પરમાર પણ મેદાનમાં આવતા કોંગ્રેસવાળાએ ડુંગરા પચાવી પાડયાનુ કહેતા વિપક્ષ પણ ઉછળતા બન્ને સામસામા આવી ગયા હતા. જયારે રમેશભાઇએ ઘોઘાના પૂર્વ ધારાસભ્યએ ડુંગરા વેચ્યાનો પુન: આક્ષેપ કરતા સામસામે માત્ર કાઠલા પકવાના જ બાકી રાખ્યા હતા. અંતમાં દિગુભાએ ગ્રામ્ય વિસ્તારમાં વિકાસના કામની જોગવાઇ વધારવા, ખેડૂતોને સરકારી યોજનાઓની પુરતી માહિ‌તી, રોજગારીની તકો વધારવા સહિ‌તના સુચનો કર્યા હતા. જયારે સુરેન્દ્રસિંહે નોન પ્લાન રસ્તામાં કોઇ મેઇનટેનન્સ ન કરતા હોવાથી તેમાં જિલ્લા પંચાયત દ્વારા ખર્ચ કરવા માગણી કરી હતી અને વિપક્ષના વિરોધ વચ્ચે રૂ.૮૮૯,૭૪,૩૮,૬૦ની આવક સામે રૂ.૭૧૦,૯૮,પ૮,૦૦૦ ખર્ચ સાથે રૂ.૧૭૮,૭પ,૮૦,૬૬ની અંદાજીત બંધ સિલકવાળુ અંદાજપત્ર બહુમતીએ પસાર કરાયુ હતુ.
શિક્ષણ સુધારણા માટે શાળાઓમાં સીસી ટીવી કેમેરા
જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષણનુ સ્તર સુધરે બાળકો અને શિક્ષકોનુ મોનીટરીંગ, મિલકતની સુરક્ષા, અસામાજિક તત્વો દ્વારા થતા ગુન્હાનુ પ્રમાણ ઘટાડવા, મભયોની ગુણવતા સુધારવા માટે અમુક શાળાઓમાં સીસી ટીવી કેમેરા પ્રાયોગિક ધોરણે મુકવા બજેટમાં જોગવાઇ કરાઇ હતી. જોકે સ્વભંડોળ પર ભાર ઓછો રહે તે માટે સીસી કેમેરામાં લોકભાગીદારી અને સરકાર તરફથી પણ સહાય મળે તેવા પ્રયાસો કરાશે. જયારે શાળાઓની જેમ ગ્રામ પંચાયતોમાં પણ સીસી કેમેરા મુકવાથી તલાટી જેમ ગ્રામપંચાયતોમાં પણ સીસી કેમેરા મુકવાથી તલાટી પર નિયંત્રણ રહે તે માટે રમેશભાઇ પરમારે માગણી કરી હતી.
નોંધણી ન થઇ હોય તેવા ખેતમજુરો પણ વીમાથી રક્ષિત
ખેતમજુર તરીકે નોંધણી ન થઇ હોય તેવા ખેતમજુરોને વીમા સહાય મળતી નથી ત્યારે નોંધણી ન થઇ હોય તેવા ખેતમજુરોને પણ આકસ્મિક મોતમાં જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી સહાય આપવા નિર્ણય કરાયો હતો.
ભાજપવાળાને સીસી કેમેરા, સ્પો‌ર્ટસની એજન્સી છે...
જિલ્લા પંચાયતની શાળાઓમાં સીસી ટીવી કેમેરા મુકવાનો નિર્ણય થતા અને ગ્રામ પંચાયતમાં પણ કેમેરા મુકવા બાબતે ચર્ચા થતા દિગુભા ગોહિ‌લે ભાજપવાળાને સીસી કેમેરા અને સ્પો‌ર્ટસની એજન્સી હોવાનો આક્ષેપ કરતા શાસકના સભ્યો રોષે ભરાયા હતા અને ત્યારબાદ સામસામા આક્ષેપોથી રાજકીય ગરમાવો ફેલાયો હતો.