• Gujarati News
  • ચો...સપ્તાહમાં રાત્રી દિવસના તાપમાનમાં ઉતાર ચઢાવ વચ્ચેૃચ્ ’હે...મહત્તમ ઉષ્ણતામાનનો પારો ૩૩.૨ ડિગ્

ચો...સપ્તાહમાં રાત્રી-દિવસના તાપમાનમાં ઉતાર-ચઢાવ વચ્ચેૃચ્/’હે...મહત્તમ ઉષ્ણતામાનનો પારો ૩૩.૨ ડિગ્રીએ પહોંચ્યોૃચ્/’પે...શિયાળાની તુ અંતિમ તબક્કામાં : માર્ચથી ગરમીની અસર વર્તાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર. ૨૬ ફેબ્રુઆરી
છેલ્લા એક સપ્તાહમાં વાતાવરણમાં ભારે બદલાવ જોવા મળ્યો છે. રાત્રી અને દિવસના તાપમાનમાં ભારે ઉતાર-ચઢાવથી મિશ્ર તુ જેવો માહોલ રહ્યો હતો. ગઇકાલે મંગળવારે વાતાવરણમાં પલટો આવતા તળાજા પંથકમાં કમોસમી છાંટણા વરસ્યા હતા. જો કે આજે મહત્તમ ઉષ્ણતામાનનો પારો ૩૩.૨ ડિગ્રીએ પહોંચ્યો હતો.
જિલ્લામાં ગઇકાલે અરબી સમુદ્રમાં સાયક્લોનીંગ સરક્યુલેશનની અસરના કારણે વાતાવરણ પલટાયું હતું. જેથી શહેરનું રાત્રીનું લઘુત્તમ ઉષ્ણતામાન પણ ૨૪ કલાકમાં ઘટીને ૧૮.૨ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું. જ્યારે તેની સરખામણીએ દિવસનું મહત્તમ ઉષ્ણતામાન ૩૦.૮ ડિગ્રી નોંધાયું હતુ.
જો કે આજે સાયક્લોનીંગ સરક્યુલેશનની અસર દુર થતા સૂર્ય પ્રકાશ સાથે વાતાવરણ સામાન્ય થઇ ગયું હતું. જેના પગલે ચોવીશ કલાકમાં રાત્રી અને દિવસના તાપમાનમાં બેથી અઢી ડિગ્રી સેન્ટીગ્રેડનો વધારો થતા મહત્તમ તાપમાન ૩૩.૨ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૦.પ ડિગ્રી જેટલું ઉચ્ચુ નોંધાતા બપોરે ગરમીની અસર વર્તાઇ હતી.