• Gujarati News
  • રાજય પુરસ્કારીત સ્કાઊટ ગાઇડ નું શિક્ષણવિધો દ્વારા સન્માન

રાજય પુરસ્કારીત સ્કાઊટ ગાઇડ નું શિક્ષણવિધો દ્વારા સન્માન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અિશ્વન પારેખ
ભાવનગર:૨૬.
સ્કાઊટીંગ પ્રવૃતિ બાળકોમાં નાનપણથીજ સાહસ,સેવા,શિસ્ત અને સ્વાશ્રયના ગુણો ખીલવે છે. આ પ્રવૃતિમાં જોડાયેલ બાળકો અને તેમના વાલીઓ અભીનંદનને પાત્ર છે.દક્ષિણામુર્તિ‌ બાલ પમરાટના મેદાનમાં યોજાયેલ સન્માન સમારોહમાં શિક્ષણવિધોએ બાળકોની પ્રવૃતિને બીરદાવતા જણાવ્યુ હતુ.
ભાવનગર જીલ્લા સ્કાઉટ ગાઇડ સંઘ દ્વારા આયોજીત સન્માન સમારોહમાં વર્ષ૨૦૧૩-૨૦૧૪ દરમિયાન રાજયપુરસ્કાર પ્રાપ્ત કરનાર તથા ખરી કમાઇ સપ્તાહ દરમિયાન ઉતમ ખરીકમાઇ કરનાર સ્કાઉટ ગાઇડનું સન્માન,સંસ્થાઓને સ્મૃતિભેટ તથા સમગ્ર જીલ્લામાં સૌથી વધુ ખરી કમાઇ કરનાર સંસ્થાને સર પ્રભાશંકર પટણી ઓપન વિન્ડો ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સર કૃષ્ણકુમારસિંહજી ખરીકમાઇ રનીંગ શીલ્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અનેક મહાનુભાવોએ ઉપિસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિ‌ત કર્યા હતા.
કાર્યક્રમનું સંચાલન જીલ્લા મંત્રી અજયભાઇ ભટે કર્ય હતુ. જીલ્લા સંઘના ચીફ કમિશ્નર એન.એફ.ત્રિવેદી,સ્કાઉટ કમિશ્નર જયેશભાઇ દવે,સહિ‌તના હોદેદારો ઉપિસ્થિત રહયા હતા.