તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • પ્રજાના પ્રશ્ને રાજકિય પક્ષોનો આંતરિક આભડછેટ છતો થયો!!ૃચ્ ’રાજકોટમાં પ્રજાના પ્રશ્ને તમામ રાજક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રજાના પ્રશ્ને રાજકિય પક્ષોનો આંતરિક આભડછેટ છતો થયો!!ૃચ્/’રાજકોટમાં પ્રજાના પ્રશ્ને તમામ રાજકિય પક્ષો એક બને છેૃચ્/’રેલવેના જી.એમ.ને વિવિધ રાજકિય પક્ષોએ એક બની રજૂઆત નહીં કરતા ભાવનગર ડિવીઝનનો એકપણ પ્રશ્ન ઉકેલાયો નહિ‌

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
((તારકભાઈ)) ભાવનગર. ૨પ ફેબ્રુઆરી
ભાવનગરનો વિકાસ નથી થતો તેનું કારણ નેતાઓ વચ્ચેની રાજકિય આભડછેટ છે. આજે રેલવેના જનરલ મેનેજર હેમંતકુમાર ભાવનગર આવ્યા ત્યારે રાજકિય પક્ષો, ચેમ્બર જેવી સંસ્થા વિગેરેએ બની ભાવનગરના પ્રશ્નોની અસરકારક રજૂઆત કરવી જોઈતી હતી તેને બદલે કટકે કટકે અલગ અલગ રજૂઆત થતા જી.એમ.દ્વારા ભાવનગર માટેની કોઈ મહત્વની જાહેરાત કરવામાં આવી ન હતી. એટલું જ નહીં કેન્દ્રમાં સત્તાપક્ષે હોવા છતાં કોંગ્રેસ પક્ષને રજૂઆત માટે ટાઈમ ફાળવવામાં આવ્યો ન હતો.
ભાવનગર ડિવીઝનની મુલાકાતે આવેલા વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર હેમંતકુમારની આજની ભાવનગરની મુલાકાત દરમિયાન બોટાદ-અમદાવાદ અને તારાપુર બ્રોડગેજ લાઈન અને લાંબા અંતરની સુરત-સહિ‌તની ટ્રેનો અંગે અસરકારક રજૂઆત થઈ હોત તો પરિણામ મળવાની આશા હતી.
પણ રાજકોટની માફક ભાવનગરના નેતાઓ આ વિસ્તારના પ્રશ્નો માટે એક નહીં થતાં હોવાથી કોઈ વિશેષ ફાયદો ભાવનગરને મળી શક્યો ન હતો.
રેલવેના બજેટ પહેલા તમામ રાજકિય પક્ષો એક બની સાંસદની આગેવાની નીચે ભુતકાળમાં રેલવેમંત્રીને મળ્યા હતા પરિણામે ભાવનગરનું બ્રોડગેજનું સ્વપ્ન સાકાર થયું હતું.
આજે પણ પક્ષાપક્ષી છોડી ભાવનગરના પ્રતિનિધિ મંડળ તરીકે એક બની કોંગ્રેસ-ભાજપ-સીપીએમ કે આપ પાર્ટી અને ચેમ્બર સહિ‌તની સંસ્થાઓએ સાથે મળી રજૂઆત કરન્ હોત તો ભાવનગરનો એકાદ પ્રશ્ન ઉકેલાયો પણ હોત તેવી લોકોમાં ચર્ચા થતી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો