તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ધોલેરા ભાવનગર માર્ગ રક્તરંજીતૃચ્ ’હાઇવે પર બે અકસ્માતોમાં બેના કરૂણ મોત નિપજ્યાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોલેરા-ભાવનગર માર્ગ રક્તરંજીતૃચ્/’હાઇવે પર બે અકસ્માતોમાં બેના કરૂણ મોત નિપજ્યાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધંધુકા. ૨પ ફેબ્રુઆરી
ભાવનગર-ધોલેરા હાઇવે રક્તરંજીત બન્યો હાો, માત્ર ૨૦ કિ.મી.ના અંતરે જ બે વાહન અકસ્માતો સર્જા‍તા ભાવનગરના ટ્રક ડ્રાઇવર સહિ‌ત બેના ઘટના સ્થળે કમકમાટીભર્યાં મોત નિપજ્યા હતા. પ્રથમ બનાવમાં ભાવનગરથી લોખંડ ભરીને ટ્રક ધોલેરા તરફ જઇ રહ્યો હતો. આ ટ્રક નં.જી.જે.૧ બી.વી. ૨૨પ૯ની સામે ધોલેરા તરફથી આવી રહેલો ટ્રક નં.જી.જે.૧૧ ઝેડ ૬૮૮૮ ધડાકાભેર અથડાયો હતો, પરિણામે ભાવનગરથી જઇ રહેલા ટ્રકનો ચાલક કેબીનમાં ફસાઇ ગયો હતો. જેને કાઢવા ક્રેઇન બોલાવવી પડી હતી. આ ટ્રકના ચાલક ક્રિપાલસિંહ જીલુભા ગોહિ‌લ ((ઉં.વ.૨૮, રહે.મિલેટ્રી સોસાયટી, ભાવનગર))નું કરૂણ મોત નિપજ્યું હતું.
જયારે બીજા બનાવમાં માર્ગ પર ટ્રક જઇ રહ્યો હતો. જેની પાછળના ભાગે ટ્રક નં.જી.જે. ૧ બી.ટી. ૮૯૭૮ના ચાલક હેતસિંહ ચતુરસિંગ ચૌહાણ ((રહે.રાજસ્થાન))એ ઘુસાડી દેતા તેનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. બન્ને અકસ્માતમાં ગુન્હો નોંધી વધુ તપાસ ધોલેરા પોલીસે હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો