તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • જિ.પં.નું રૂા.૧૭૮.૭પ કરોડનું પુરાંતલક્ષી આજે બજેટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિ.પં.નું રૂા.૧૭૮.૭પ કરોડનું પુરાંતલક્ષી આજે બજેટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર. ૨પ ફેબ્રુઆરી
ભાવનગર જિલ્લા પંચાયતના બજેટના આટીઘુંટીવાળા આંકડાઓમાં સભ્યોને ટપ્પો પડતી નથી ત્યારે ચર્ચાંનો કોઇ અવકાશ જ નથી. આવતીકાલ તા.૨૬ના રોજ રૂા.૧૭૮.૭પ કરોડનું પુરાંતલક્ષી બજેટ વિપક્ષના વિરોધ વચ્ચે મંજુર કરવામાં આવશે.
જિલ્લા પંચાયતના આવતીકાલે બુધવારના રોજ મળનારી સાધારણ સભામાં માત્ર અંદાજપત્ર મંજુર કરવાની ઔપચારિકતા જ પુરી પડાશે. જિલ્લા પંચાયતનાં બજેટમાં ચર્ચાં કરાતી નથી અથવા ચર્ચાં કરવા દેવામાં આવતી નથી. વિપક્ષ પણ વામણું હોય તેમ સભામાં માત્ર હો... હા... કરી વિરોધ દર્શાવે છે. અધિકારીઓને ટાંચમાં લેવા પ્રશ્નોત્તરી માટે સાધારણ સભાની ત્રણ માસ સુધી રાહ જોતા સભ્યો કયાં મુદ્દે ચર્ચાં કરે તેમાં પણ બજેટની ઉંડાઇ સુધી સભ્યો પહોંચી જ ન શકે તે માટે તંત્રવાહકો પણ સભ્યોને છેલ્લા દિવસો સુધી બજેટ સંદર્ભે અંધારામાં રાખતા હોવાની પણ ફરિયાદો ઉઠી છે. આવતીકાલ બુધવારે પણ જૈસે થે ગણતરીની મિનીટોમાં બજેટ મંજુર કરવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો