તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ભાવનગરથી અલંગ થઇ મહુવાની રેલ સુવિધા માટે સર્વે થશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગરથી અલંગ થઇ મહુવાની રેલ સુવિધા માટે સર્વે થશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધર્મેન્દ્ર પાઠક ભાવનગર ૨પ ફેબ્રુઆરી
વેસ્ટર્ન રેલવે બો‌ર્ડ‌ના જનરલ મેનેજર હેમંતકુમાર આજે ભાવનગરની મુલાકાતે આવ્યો ત્યારે ભાવનગરને રેલવેની પાયાની સુવિધાઓથી લઇ નવી સુવિધાઓ તેમજ પડતર પ્રશ્નો અંગે વિવિધ રાજકીય પક્ષો, ચેમ્બર ઓફ કોમ‌ર્સ, રેલવે યુનિયન વિ. દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જેમાં નવી ટ્રેન શરુ કરવા, અંડર બ્રીજ અને ઓવર બ્રીજ બનાવવા, ગેઇજ પરિવર્તન, રેલવેમાં વિવિધ સુવિધાઓ આપવા, ટાઇમટેબલનું પાલન થાય તે માટે ચૂસ્ત નિયમો ઘડવા સહિ‌તના પ્રશ્નોનો સમાવેશ થયો હતો.
આજે ભાવનગરની મુલાકાતે વેસ્ટર્ન રેલવે બો‌ર્ડ‌ના નજરલ મેનેજર હેમંત કુમાર આવ્યા હતા ત્યારે તેની સામે રાજકીય સહિ‌ત વિવિધ કક્ષાએથી રજૂઆતોનો ધોધ વરસ્યો હતો. તો એક માહિ‌તી પ્રમાણે ભાવનગરથી જગવિખ્યાત અલંગ શિપ બ્રેકિંગ યા‌ર્ડ‌ને જોડીને મહુવા સુધીની રેલવે સુવિધાનો આરંભ થાય તે માટે ચક્રો ગતિમાન થયા છે અને ભાવનગર-અલંગ-મહુવાના લાઇનનો સર્વે પણ હાથ ધરવામાં આવશે. અલંગનો માલ-સામાનનો જબ્બર ટાફિક મળી રહે અને તે લાઇનને સીધી પીપાવાવ સુધી લંબાવી શકાય તે હેતુથી આ આયોજન ઘડવામાં આવ્યુ હોવાનું જાણવા મળ્યું છે. જો આ સર્વે થાય અને કામ શરુ થાય તો રેલવે આવાગમન ક્ષેત્રે ભાવનગરનો દશકો આવી શકે તેમ છે.
દરમિયાનમાં આજે સાંસદ રાજુભાઇ રાણાએ જી.એમ.હેમંતકુમારની મુલાકાત લઇ ભાવનગરથી બોટાદ અને પાલિતાણા વચ્ચે મેમુ/ડેમુ ટ્રેન શરૂ કરવા અને તે માટે નાણા ફાળવણી કરવા અનુરોધ કર્યો હતો. ભાવનગરને દક્ષિણ,પૂર્વ અને ઉત્તર ની વધુ લાંબા અંતરની ટ્રેનો સાથે જોડાણ આપવા, વૈષ્ણોદેવી જવા માટે જમ્મુ-તાવીનું જોડાણ આપવા, ભાવનગરથી સુરતની ડેઇલી ટ્રેન આપવા તેમજ સવાર-સાંજ ભાવનગર-મહુવાની ટ્રેન શરુ કરવાની માંગ દોહરાવી હતી. તો વરતેજ રેલવે ક્રોસિંગ પર ટ્રાફિકની સમસ્યાને હલ કરવા ઓવર બ્રીજ કરવા પર ભાર મુક્યો હતો. તો બોટાદ-અમદાવાદ અને ઢસા-જેતલસર બ્રોડગેજ ત્વરિત પણે કરવા અનુરોધ કર્યો હતો. તો જિલ્લા ભાજપના કિશોરભાઇ ભટ્ટ અને કિસાન મોરચાના ભૂપતભાઇ બારૈયાએ સુરતની નવી ટ્રેન શરુ કરવા, બાન્દ્ર હોલી-ડેને ડેઇલી કરવા, ક્રોસિંગ પર સલામતી ગોઠવવા, સંસ્કાર મંડળ જોગ‌ર્સ પાર્ક શરુ કરવા, અન્ડર બ્રિીજ અને ઓવર બ્રીજ કરવા, ડુંગળીના પરીવહન માટે વધારાની રેક ફાળળવા સહિ‌તના મુદ્દે રજૂઆત કરી હતી.
ભાવનગર કોંગ્રેસ દ્વારા રેલવે સુવિધાઓમાં ભાવનગરને અન્યાય કરવામાં આવી રહ્યો હોવાની રજૂઆત કરવામાં આવી હતી. જેમાં બોટાદ-અમદાવાદ અને ઢસા-જેતલસર લાઇનનું બ્રોડગેજમાં રૂપાંતરણ કરવા, ભાવનગર-બાન્દ્રામાં રોજ બે ટ્રેન જેટલા મુસાફરો હાલ મળતા હોય બાન્દ્ર સુધીની વધુ એક ડેઇલી ટ્રેન આપવા તેમજ સુરત સુધીની ટ્રેનની પણ ામંગ કરી હતી. તો લાંબા અંતરની ટ્રેનો ફાળવવા તેમજ બોટા અને પાલિતાણા સુધીની મેમુ ટ્રેન શરુ કરવા માંગ કરી છે. તો સ્ટેશનો ખાતે પીવાનું પાણી, છાંયડો વિ. સુવિધાઓ આપવા માંગ કરી છે. તો અંડર બ્રીજ અને ઓવર બ્રીજ કરવા માંગ કરી અંતમાં ફરી આવો ત્યારે રાજકીય પક્ષોને પૂરતો સમય ફાળવવા માંગ કરી હતી.
આમ આદમી પાર્ટી‍ દ્વારા પણ ભાવનગર રેલવેના વિવિધ પ્રશ્નો અંગે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.
((બોક્સ હેડિંગ)) ચેમ્બરની દરખાસ્તનો સ્વીકાર
સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમ‌ર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ બિપીનભાઇ મહેતા સહિ‌તના પ્રતિનિધિ મંડળે આજે જી.એમ.ને મળી રજૂઆત કરતા બાન્દ્ર ટ્રેનમાં વધારાના ત્રણ કોચ જોડવાની દરખાસ્તને સ્વીકારી હતી. તો ભાવનગરથી ઉપડતી પાલિતાણા, સુરેન્દ્રનગર, બોટાદ વિ.ની ટ્રેનોમાં મહિ‌લાઓ માટે એક કોચ આરક્ષિત રાખવા માંગ કરતા તેનો પણ સ્વીકાર કરાયો હતો.
((બોક્સ હેડિંગ)) રેલવેના ૧૭૭ કવા‌ર્ટસમાં સુવિધાનો અભાવ
આજે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ ભાવનગર ડિવીઝનના સેક્રેટરી આર.જી.કાબર અને અન્ય સભ્યો દ્વારા જી.એમ.ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે હાલમાં ૧૭૭ જેટલા જૂના રેલવે ક્વાટ‌ર્સ છે તેમાં પાયાની સુવિધાઓનો અભાવ છે. આથી તેના માટે ફંડની જોગવાઇ કરવા, હાલમાં દર મહિ‌ને વર્કશોપમાં ૪૦ કોચનું સમારકામ કરવામાં આવે છે. તો વધારાનું કામ કરે તે કર્મચારીને વધારાનું વેતન આપવા માંગ કરાઇ હતી. કર્મચારીઓ માટે વોકહા‌ર્ટ હોસ્પિટલમાં સુવિધા હતી પણ આ હોસ્પિટલ બંધ થતા અન્ય હોસ્પિટલમાં સુવિધા ગોઠવવા માંગ કરી હતી, ટિકિટ ચેકિંગ માટે નવો સ્ટાફ ફાળવવા અને રેલવે સેકંફરી સ્કૂલમાં ધો.૧૧-૧૨ના વર્ગો શરુ કરવા માંગ કરવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો