તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • વાતાવરણમાં પલટો : તળાજામાં કમોસમી છાંટા વરસ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણમાં પલટો : તળાજામાં કમોસમી છાંટા વરસ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધર્મેન્દ્ર પાઠક ભાવનગર ૨પ ફેબ્રુઆરી
ભાવનગર જિલ્લામાં આજે વાતાવરણમાં અણધાર્યો પલટો આવ્યો હતો અને જિલ્લાના તળાજા પંથકમાં કમોસમી છાંટા પડતા ખુલ્લામાં હોય તેવી ડુંગળીના જથ્થા પર ખતરો પેદા થયો છે. ભાવનગર શહેરમાં પણ આજે બપોર બાદ આછા વાદળો છવાયા હતા અને ધૂળીયું વાતાવરણ થઇ ગયું હુત.
ગઇ કાલથી અરબી સમુદ્રમાં સાયક્લોનીંગ સરક્યુલેશન સર્જાયા બાદ ભાવનગર જિલ્લામાં આજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને શહેરનું લઘુત્તમ ઉષ્ણતામાન પણ ૨૪ કલાકમાં ઘટીને ૧૮.૨ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ જ્યાર મહત્તમ ઉષ્ણતામાન ૩૦.૮ ડિગ્રી નોંધાયું હતુ.
તળાજામાં આજે બપોરના સમયે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને વાદળો ઘેરાયા હતા. તળાજામાં કોઇ કોઇ જગ્યાએ કમોસમી છાંટા વરસ્યા હતા. જેથી ડુંગળીનો જે જથ્થો ખુલ્લામાં પડયો હોય તેના ખતરો છવાઇ ગયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો