• Gujarati News
  • સિહોરમાં રાજપુત વાડીનો લોકાર્પણ

સિહોરમાં રાજપુત વાડીનો લોકાર્પણ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રમેશભાઇ)) સિહોર બ્યુરો. સિહોરમાં પ્રગટનાથનો ઢાળ,પાળિયાધારનો ખાંચામાં બનેલ વીરશંગભાઇ મોતીભાઇ કાઠિયા કારડીયા રાજપૂત સમાજની વાડીનું બાંધકામ પૂર્ણ થતાં તેનો લોકાર્પણ કાર્યક્રમ તા.૧૪/૧૧ને ગુરુવારે રાખેલ છે. જેમાં સાંજે પ:૩૦ કલાક મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા ભાવનગર જિલ્લાના કારડીયા રાજપૂત સમાજના આગેવાનો,વડીલો,સિહોર તાલુકાના તમામ ગામોના વડીલો,યુવાનો,અગ્રણીઓને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા સમાજના અગ્રણી મનુભાઇ મકવાણાની યાદી માં જણાવેલ છે.