• Gujarati News
  • ગુંદાળા ગામે વિવિધ કાર્યક્રમો

ગુંદાળા ગામે વિવિધ કાર્યક્રમો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રમેશભાઇ)) સિહોર બ્યુરો. સિહોર તાલુકાના ગુંદાળા((ટાણા)) ગામે તુલસી વિવાહ ગ્રુપ દ્વારા તુલસી વિવાહ અને દાતા દ્વારા ધો.૧થી ૮માં પ્રથમ ત્રણ નંબરે ઉત્તીર્ણ થનાર વિધાથીઓને સન્માનિત કરવામાં આવશે. સિહોર તા.ના ગુંદાળા ((ટા))ગામે આજે તા.૧૩/૧૧ને બુધવારે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં રામજી મંદિરેથી ઠાકોરજીની વાજતે-ગાજતે જાન જોડવામાં આવશે. તેમજ રાત્રિના રામદેવપીર યુવક મંડળ દ્વારા આખ્યાન રાખેલ છે.
તા.૧૪/૧૧ના રોજ પ્રા.શાળામાં ધો.૧થી ૮માં અભ્યાસ કરતા વિધાર્થીઓ પૈકી પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરનાર વિધાર્થીઓને દાતા ગોવિંદભાઇ હીરાભાઇ રોય તરફથી ઇનામો આપી સન્માનિત કરવામાં આવશે.ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલ છે. તેમજ શાળાને પણ અનુદાન આપવામાં આવશે.દાતા ગોવિંદભાઇ રોય તરફથી ગામ ધુમાડો બંધ રાખી ગ્રામજનોને પ્રસાદ લેવા નિમંત્રણ પાઠવાયું છે.