• Gujarati News
  • સિહોરમાં આજે લોકસભા સીટનું ભાજપનું સંમેલનૃચ્ ’((પેટા)) પ્રદેશ ભાજપ અધ્યક્ષ આર.સી. ફળદુ સહિ‌તના અન

સિહોરમાં આજે લોકસભા સીટનું ભાજપનું સંમેલનૃચ્/’((પેટા)) પ્રદેશ ભાજપ અધ્યક્ષ આર.સી. ફળદુ સહિ‌તના અનેક હોદ્દેદારો કાર્યકર્તાઓને માર્ગદશ્ૂર્‍ાન આપશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
((જયેશ મકવાણા)) ભાવનગર. ૧૧ નવેમ્બર
ભાવનગર શહેર તેમજ જિલ્લા ભાજપ આયોજિત ભાવનગર લોકસભા સીટનું દીપાવલી સ્નેહ મિલન આવતીકાલ તા.૧૨ને મંગળવારે સાંજે ૪થી૬ કલાકે સિહોર મુકામે રાખેલ છે જેમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સની સંબોધશે.
સિહોર ખાતે યોજાનાર સમારોહમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ આર.સી. ફળદુ, પ્રદેશ ઉપાધ્યક્ષ શંભુનાથજી, જિલ્લા પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલ, પરશોત્તમભાઈ સોલંકી, જિલ્લા અને શહેર ભાજપના અધ્યક્ષ, હોદ્દેદારો ઉપસ્થિત રહી નવા વર્ષથી કાર્યકરોને શુભેચ્છા સાથે માર્ગદર્શન આપશે.
બોક્સ
રાજકીય કાર્યક્રમમાં પ્રશાસનનો દૂરૂપયોગ
સિહોર ખાતે યોજાનાર સ્નેહ સંમેલન કાર્યક્રમ ભાજપનો રાજકીય કાર્યક્રમ છે. જેમાં કોઈપણ સરકારી આયોજન નથી. તેમ છતાં આ રાજકીય કાર્યક્રમમાં પ્રશાસનનો દુરૂપયોગ કરાયો છે. મુખ્યમંત્રી વિડીયો કોન્ફરન્સથી કાર્યકરોને સંબોધશે. તે વિડીયો કોન્ફરન્સની મશીનરી કલેકટર કચેરીના વિડીયો કોન્ફરન્સની ઉપયોગમાં લેવાઈ છે. જેથી ભારે વિવાદ સર્જા‍યો છે.