• Gujarati News
  • હે))પોલીસ કોમ્બીંગમાં ૩૯ ગુન્હેગારો જબ્બે

હે))પોલીસ કોમ્બીંગમાં ૩૯ ગુન્હેગારો જબ્બે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિલેશ પ્રજાપતિ))ભાવનગર : આગામી ગુરૂવારના દિવસે મહોરમનો તહેવાર યોજાનાર છે. ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેવા હેતુંસર ભાવનગર પોલીસ દ્વારા સી. ડિવિઝન પોલીસ મથક હેઠળના ક. પરા, સાઢિયાવાડ, વડવા, શેલારશા તેમજ શહેરના અલકા સિનેમા ગૃહ વિસ્તારમાં કોમ્બીંગ હાથ ધરાયુ હતું. જેમાં ગેરકાયદે હથિયારો સાથે ૭ અને નશો કરેલી હાલતે ૩ વ્યકિતઓને ઝડપી લીધા હતા. તો એ.ડિવિ. વિસ્તારમાં પણ હથિયાર સાથે બને ઝડપી લઇને સાત વાહનનો ડીટેઇન કરાયા હતા. જ્યારે પાંચ જિલ્લામાંથી હદપારી થયેલો ઇનાયત ઉર્ફે તોલો યુનુસ ડરૈયા ((રહે નવાપરા મદિના બાગની બાજુમાં))ને ઝડપી લઇને જેલ હવાલે કરાયો હતો. આમ કુલ ૧૨પ ગુન્હેગારોને ચેક કરીને નાના મોટા ગુન્હામાં સંડોવાયેલા ૩૯ આરોપીઅીને ઝડપી લેવાયા હતા.