• Gujarati News
  • હે))બિલ્ડરના હત્યારાઓને ઝડપવા ચક્રોગતિમાન

હે))બિલ્ડરના હત્યારાઓને ઝડપવા ચક્રોગતિમાન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિલેશ પ્રજાપતિ))મહુવા બ્યુરો. ૯ નવેમ્બર
મહુવા તાલુકાના આંગણકા-નાના ખુંટવડા વચ્ચે રસ્તો રોકી મુંબઇ સુરતના હિ‌રાના અને જમીનના અગ્રણી વેપારી બટુકભાઇ વાલજીભાઇ પડસાણાનું તીક્ષ્ણ હથીયારના ના ઘા મારી અજાણ્યા ૪ શખ્સોએ કરેલ હત્યા અંગે બગદાણા પોલીસમાં મરણ જનારના પીએ ઘોરણસર ફરીયાદ નોંધાવેલ છે.વિલાસબેન બટુકભાઇ પડસાણાએ નોંધાવેલ ફરીયાદ અન્વયે તેઓ મહુવા થી ઘરાઇ સપ્તાહ સાંભળવા ફોરચ્યુનર એમ એચ. ૦૨ સીવી ૯૯પ૪માં જઇ રહ્યાં હતા ત્યારે આંગણકા નાનાખુંટવડા પાસે અલ્ટો જીજે ૧૪ પાસીંગની મોટરકાર રોડ આડી ઉભેલી હોય તેમના ડ્રાઈવરે પણ ગાડી ઉભી રાખતા અલ્ટો માંથી ચાર અજાણ્યા શખ્સો તલવાર, ચાકુ, ઘોકાવગેરે તીક્ષ્ણ હથીયારો સાથે ઘસી આવી બન્ને બાજુના કાચ તોડી આડેઘડ તીક્ષ્ણ હથીયારોના ઘા મારી મને તથા મારા પતીને ગંભીર ઈજાઓ પહોંચાડતા મારા પતીનું મૃત્યું થવા પામેલ હોવાનું નોંધાવતા બગદાણા પોલીસે ગુન્હો નોંધી બનાવની તપાસ મહુવાના પી.આઇ. સોનારાને સોપેલ છે.
સ્વ.બટુકભાઇ પટેલ સમાજના અગ્રણી અને મુંબઇ સુરતમાં હિ‌રા તથા જમીનના વ્યવસાય સાથે સંકળાએલા હોય તેઓ પટેલ સમાજમાં સારી એવી લોકચાહના ઘરાવતા હોય તેમની અંતિમ યાત્રામાં મહુવા શહેર તાલુકા ઉપરાંત, મુંબઇ, સુરત તથા ભાવનગર અમરેલી જીલ્લા માંથી પટેલ સમાજના અગ્રણીઓ, આગેવાનો, કાર્યકરો અને જ્ઞાતીજનો તેમજ વ્યવસાય સાથે સંકળાયેલા વ્યાપારીઓ હજ્જારોની સંખ્યામાં જોડાય સદ્ગતને અશ્રુભીની આંખે અંતિમ વિદાય આપેલ હતી.
સ્વ.ની અંતિમ યાત્રામાં અમરેલી સાંસદીય મત વિસ્તારના સાંસદ નારણભાઇ કાછડીયા, સાવકુંડલાના ઘારાસભ્ય વી.વી. વઘાસીયા, અમરેલીના ઘારાસભ્ય પરેશભાઇ ઘાનાણી તેમજ સુરેશભાઇ કોટડીયા, જીલ્લા ભાજપના મહામંત્રી આર.સી. મકવાણા, મહુવા યા‌ર્ડ‌ના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ મુંબઇ સુરતના અગ્રણીઓ મનસુખભાઇ ડેની, મનુભાઇ ઝરખીયાવાળા, મનુભાઇ બવાડીયા વગેરે મહાનું ભાવો જોડાયા હતા.