• Gujarati News
  • ((મેઇન)) જલારામ જયંતિની થયેલી ધર્મોલ્લાભેર ઉજવણી

((મેઇન)) જલારામ જયંતિની થયેલી ધર્મોલ્લાભેર ઉજવણી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધર્મેન્દ્ર પાઠક ભાવનગર ૯ નવેમ્બર
દેને કો ટુકડા ભલા, લેને કો હરિનામનો નાદ ભાવનગર સહિ‌ત સૌરાષ્ટ્રભરમાં ગુંજતો કરનાર રઘુકુળના મહાન સંત શિરોમણી પ.પૂ.જલારામબાપાની ૨૧૪ની જન્મજયંતિની ભાવનગર શહેરમાં પરંપરાગત રીતે ધર્ર્મોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ભાવનગર શહેરના આનંદનગર, વિઠ્ઠલવાડી, ખારગેટ વિસ્તારમાં આવેલા પૂ.જલારામબાપાના મંદિરમાં આજે સવારે શાસ્ત્રોક્ત રીતે ધજાપૂજનવિધિ થઈ હતી. ત્યારબાદ પૂજન અર્ચન તથા શોભાયાત્રા સહિ‌તના કાર્યક્રમો યોજાયા હતા. રાત્રીના સમયે પૂ.જલારામબાપાના ધુન તથા કર્તિન રાખેલ. આજે બપોરે ભાવિકો માટે મહાપ્રસાદનું વિતરણ કરાયુ હતુ. તમામ કાર્યક્રમોમાં આબાલવૃદ્ધ ભાવિકો બહોળી સંખ્યામાં ઉમટી પડયા હતા.
જલારામ યુવક મંડળ મામાકોઠા રોડ દ્વારા આજે સાંજે ખારગેટ લોહાણા મહાજન વાડી ખાતેથી ભવ્ય શોભાયાત્રાનુ પ્રસ્થાન થયુ હતુ. જય...જય...જલારામના નાદ સાથે ઘોડા, બેન્ડ-બગી, ભજન મંડળી, સત્સંગ મડળ તેમજ પૂ.બાપાની પાલખી સાથે આ યાત્રા ખારગેટ, મામાકોઠા રોડ, દિવાનપરા રોડ, હલુરિયા ચોક, હાઇકો‌ર્ટ રોડ, ઘોઘાગેટ, મુખ્ય બજાર ફરી હતી. અંતે જલારામ મંદિર ખાતે પૂર્ણ શોભાયાત્રા ત્યાર બાદ મહાઆરતી થઇ હતી. જેમાં સેંકડોની સંખ્યામાં ભાવિકોએ આર્શીવાદ લઇ પોતાની જાતને ધન્ય માની હતી.