ઉપલેટા નજીક આવેલા ડુમિયાણી ટોલનાકા પર ૧૫મી ઓગસ્ટની ઉજવણી માટે બપોરના સમયે લોખંડનો ફીટ કરી રહેલા સફાઈ કામદાર નથુભાઈ લખમણભાઈ ગોહિલે લોખંડનો પાઈપ ઊંચો કરતા ઉપરથી પસાર થતાં વીજવાયરને પાઈપ અડી જતાં જોરદાર વીજ આંચકો લાગતા નથુભાઈ ફંગોળાઈને પડ્યા હતા.
આ બનાવને પગલે ટોલનાકામાં કામ કરતા અન્ય કર્મચારીઓ દોડી આવ્યા હતા. અને નથુભાઈને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડે તે પૂર્વે જ નથુભાઈનું પ્રાણ પંખેરુ ઊડી ગયું હતું. આ બનાવને પગલે ઘરના મોભીનું અકસ્માતમાં મૃત્યુથી ગોહિલ પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. આ બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.