કાલથી દેવભૂમિ દ્વારકા જિલ્લો અસ્તિત્વમાં

કાલથી દેવભૂમિ દ્વારકા જિલ્લો અસ્તિત્વમાં

ભાસ્કર ન્યૂઝ. જામનગર | Updated - Aug 14, 2013, 03:04 AM
કાલથી દેવભૂમિ દ્વારકા જિલ્લો અસ્તિત્વમાં
રાજ્યમાં દેવભૂમિ દ્વારકા સહિત નવા સાત જિલ્લાના સૈધ્ધાંતિક નિર્ણય બાદ રાજ્ય સરકાર દ્વારા મંગળવારે મોડી સાંજે વિધિવત નવા જિલ્લાઓની ઘોષણા કરવામાં આવતાં ૧૫મી ઓગષ્ટથી દેવભૂમિ દ્વારકા જિલ્લો બનશે. સંભાવના અને આશાઓ મુજબ ખંભાિળયા અને નવા જિલ્લાનું વડુંમથક જાહેર કરવામાં આવતાં ભાણવડ, કલ્યાણપુર અને ખંભાિળયા તાલુકાના લોકોમાં આનંદની લાગણી ફેલાઇ છે.
રાજ્યમાં વધતી જતી વસ્તી, વિકાસની ગતિશિલતા અને જનઆકાંક્ષાઓને અનુલક્ષીને જિલ્લા અને તાલુકાના વિભાજન તથા નવરચના અંગે રાજ્ય સરકારે નવા સાત જિલ્લાનો સૈધ્ધાંતિક નિર્ણય કર્યો હતો. ત્યારબાદ રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા નવા જિલ્લાઓની રચના અને વહીવટી વ્યવસ્થા ગોઠવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેના પગલે વિધિવત જાહેરનામાની રાહ લોકો અને વહીવટી તંત્ર જોઇ રહયા હતાં. આ દરમિયાન જિલ્લાના વડામથક અંગે અનેક અટકળો વચ્ચે વાંધા-સૂચનો વહીવટી તંત્ર દ્વારા મંગાવવામાં આવ્યા હતાં. આમ, નવા જિલ્લાની રચનાની તમામ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી અને સ્વાતંત્રય દિન નિમિતે નવા જિલ્લાની જાહેરાત થવાની ચર્ચાઓ શરૂ થઇ હતી. આ સ્થિતિમાં મંગળવારે મુખ્યમંત્રીએ રાજ્ય મંત્રી મંડળની પેટા સમિતિની ભલામણનો સ્વીકાર કરી નવા સાત જિલ્લા અને તેના વડામથકોની જાહેરાત કરી છે. જેમાં જામનગર જિલ્લામાંથી દેવભૂમિ દ્વારકા નવો જિલ્લો બનશે. જેનું વડુમથક ખંભાિળયા રહેશે. નવો દેવભૂમિ દ્વારકા જિલ્લો ૧૫ ઓગસ્ટના પ્રાશસનિક ધોરણે વિધિવત કાર્યરત થઇ જશે. આમ, નવા જિલ્લા અને તેનું વડુમથકની વિધિવત જાહેરાતના પગલે તમામ અટકોળોનો અંત આવ્યો છે.

X
કાલથી દેવભૂમિ દ્વારકા જિલ્લો અસ્તિત્વમાં
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App