સજ્જનપરમાંથી ૩૯ લાખનો દારૂ પકડાયો
તાલુકાના કાથરોટા ગામમાં વાડીના મકાનમાંથી દોઢ માસ પહેલાં દારૂ-બિયરનો એક કરોડોનો વિક્રમી જથ્થો પકડાયા બાદ ટંકારાના સજજનપર ગામમાં બંધ મકાનમાંથી મોડી રાતે ૩૮.૮૯ લાખની કિંમતનો ૧૦૦૦ પેટી દારૂ અને ૪૦૦૪ બિયરના ટીન પોલીસે કબજે કર્યા છે. દરોડાની જાણ થતાં મકાન માલિક નાસી ગયો છે. તે પકડાયા બાદ જ દારૂનો જથ્થો કયા બુટલેગરનો હતો અને ક્યાં સપ્લાય કરવાનો હતો તેની વિગત બહાર આવશે. તેમ પોલીસે જણાવ્યું હતું.
જન્માષ્ટમીના તહેવારમાં પ્યાસીઓની માગને પહોંચી વળવા બુટલેગરે દારૂનો મોટો જથ્થો મગાવીને સજજનપરના એક મકાનમાં ઉતાર્યો હોવાની એસ.પી. વિશાલકુમાર વાઘેલાને માહિતી મળી હતી. તેમણે ટંકારાના ફોજદારને દરોડો પાડવાની સૂચના આપતા ફોજખાર જે.વી.ધોળાએ સ્ટાફને સાથે રાખીને ગત મોડી રાતે ઉપરોક્ત મકાનમાં છાપો માર્યો હતો. મકાનની દીવાલ ૧૦થી ૧૨ ફૂટ ઊંચી હોવાથી પોલીસને અંદર પ્રવેશવામાં ભારે મુશ્કેલી પડી હતી.
આગલ વાંચો, તલાસી દરમિયાન પોલીસને શું મળ્યું
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.