• Gujarati News
  • સિંગણપોરમાં વિધવાના ગળામાંથી ચેઇનની ચીલઝડપ

સિંગણપોરમાં વિધવાના ગળામાંથી ચેઇનની ચીલઝડપ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિંગણપોર નજીક કોઝવે રોડ પરથી પસાર થઈ રહેલા એક વિધવાના ગળામાંથી બાઇરસવાર બે ઇસમો સોનાની ચેઇન તોડીને ભાગી છુટયા હતા. , સિંગણપોર નજીક રિવર સોસાયટીમાં રહેતા રહેતા ૫૭ વર્ષીય વિધવા લક્ષ્મીબેન શ્યામજીભાઈ વાઢેર બે માસ પહેલા કોઝવે રોડ પર પસાર થઈ રહ્યા હતા ત્યારે જ તેમની પાછળથી બે અજાણ્યા ઇસમો બાઇક પર આવ્યા હતા. આ ઇસમોમાંથી પાછળ બેઠેલા ઇસમે લક્ષ્મીબેનના ગળામાંથી સોનાની ચેઇન તોડી લીધી હતી.
ચેઇન તોડાતા તેના બે ટુકડા થઈ ગયા હતા. એક ટુકડો ચોરના હાથમાં રહી ગયો હતો જ્યારે બીજો ૩.૩૫૦ ગ્રામનો ચેઇનનો ટુકડો લક્ષ્મીબેનને રોડ પરથી મળ્યો હતો. અડધી ચેઇન પરત મળી જતાં તેઓ જે તે વખતે પોલીસ મથકમાં ફરિયાદ કરવા ગયા ન હતા. હાલ તેમણે ન્યૂઝ પેપર્સમાં વાંચ્યું કે ચેઇન સ્નેચરની ટોળકી પકડાઈ છે એટલે તેઓ ચેક કરવા માટે પોલીસ મથકે આવ્યા હતા. જયાં તેમણે ચોર જેનીશ ઉફેઁ બકરી રાજુભાઈ ટોપીવાલા (રહે. કૈલાસ હોટલની સામે, ટીમલીયાવાડ) અને જિતેન્દ્ર ઉફેઁ જીતુ પ્રકાશભાઈ રાંદેર (રહે. બારા હજારી મહોલ્લો) અને તેમનો સાથ આપનારાો અશરફુલ શેખ (રહે. પસ્તાગિયા શેરી, રામપુરા)ને ઓળખી બતાવ્યા હતા.
પોલીસે આ ઇસમો સામે ચેઇન સ્નેચિંગનો ગુનો નોંધ્યો હતો. વધુ તપાસ પીએસઆઈ પી. પી. સોમવંશી કરી રહ્યા છે.