• Gujarati News
  • કોંગ્રેસના હોિડઁગ ઉતારી લેવાતા વિવાદ

કોંગ્રેસના હોિડઁગ ઉતારી લેવાતા વિવાદ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસે રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે વિવિધ વિસ્તારોમાં લગાવેલા હોિડઁગ્ઝ પૈકી પેડક રોડ અને સંત કબીર રોડ પરના હોિડઁગ્ઝ મનપાની એસ્ટેટ શાખાએ ઉતારી લેતાં કોંગી કાર્યકરોમાં રોષ ફેલાયો હતો. બાદમાં, સાંજે ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુની આગેવાની હેઠળ કોંગી કાર્યકરો મ્યુનિ. કમિશનર અજય ભાદુના બંગલે પહોંચ્યા હતા અને ત્યાં બગીચામાં બેસી ધરણા કર્યા હતા. જો કે, મ્યુનિ. કમિશનરે ગેરકાયદે લાગેલા હોિડઁગ બાબતે ભાજપ-કોંગ્રેસ બન્ને સામે એકસમાન નીતિ અપનાવવાની ખાતરી આપતા અંતે મામલો થાળે પડ્યો હતો.
પ્રાપ્ત વગિત મુજબ શહેરના વિવિધ વિસ્તારોમાં સર્કલો પર લાગેલા કોંગ્રેસના હોિડઁગ્ઝ અંગે મેયરે મ્યુનિ. કમિશનરને ફરિયાદ કરતા કમિશનરના આદેશથી મનપાનો એસ્ટેટ શાખાનો સ્ટાફ પેડક રોડ પર પહોંચ્યો હતો અને સાથે એસ. આર. પી. ની ટુકડીને પણ લઇ ગયા હતા.
એસ્ટેટ શાખાએ એ વિસ્તારમાંથી ૬ હોિડઁગ ઉતાયૉ હતા. દરમિયાનમાં કોંગી કાર્યકરોના ટોળાં એકત્ર થઇ ગયા હતા. કોંગી અગ્રણીઓએ એ મુદ્દે મ્યુનિ. કમિશનરને રજૂઆત કરવાની તૈયારી દાખવી તેમની નવી સૂચના ન મળે ત્યાં સુધી કામગીરી અટકાવવા એસ્ટેટ શાખાને રજૂઆત કરી હતી અને તે પૂરતું સમાધાન થતાં વધુ હોિડઁગ ઉતારવાની કાર્યવાહી અટકાવી દેવાઇ હતી.
બાદમાં, ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ, શહેર કોંગ્રેસ પ્રમુખ જશવંતિંસહ ભટ્ટી, કાશ્મીરાબેન નથવાણી, જીતુ ભટ્ટ, મનપાના વપિક્ષના નેતા પ્રવીણ રાઠોડ, ગાયત્રીબા વાઘેલા, વશરામ સાગિઠયા, કેયૂર મસરાણી સહિત અનેક કાર્યકરો મ્યુનિ. કમિશનરના બંગલે ગયા હતા અને બગીચામાં બેસી ધરણા કર્યા હતા.
મ્યુનિ. કમિશનર બોલ્યું પાળશે એવી અપેક્ષા : ઇન્દ્રનીલ
મ્યુનિ. કમિશનરને બંગલે ગયેલા કોંગી કાર્યકરોએ એવી માગ કરી હતી કે, હોિડઁગ્ઝ અંગે મનપાએ તમામ પક્ષોને એક જ લાકડીએ હાંકવા જોઇએ. ભાજપ ધારે ત્યાં હોિડઁગ્ઝ લગાવે અને તે ચલાવી પણ લેવાય અને કોંગ્રેસના હોિડઁગ્ઝ ઉતારવા માટે આખું તંત્ર થનગનાટ બતાવે તે અન્યાય કહેવાય. એ દલીલના પ્રતિભાવમાં મ્યુનિ. કમિશનરે જો સર્કલ ઉપર ભાજપના હોિડઁગ્ઝ લાગશે તો એ પણ ઉતારી લેવાની ખાતરી આપતા હાલ પૂરતો મામલો થાળે પડ્યો છે. ધારાસભ્ય રાજ્યગુરુએ જણાવ્યું હતું કે, મ્યુનિ. કમિશનર એ ખાતરીનું પાલન કરશે એવી અપેક્ષા છે. ભવિષ્યમાં એવી કોઇ ઘટના બનશે તો અમે તેમને અસરકારક રીતે એ ખાતરીની યાદી અપાવશું.
કાર્યકરોએ રામધૂન બોલાવી
કમિશનરના બંગલામાં બગીચામાં બેસી કોંગી કાર્યકરોએ રામધૂન બોલાવી હતી. કાર્યકરોએ મનપાના શાસકોને ભાજપના ઇશારે ન્úત્યો કરવાની જૂની-પુરાણી આદત ત્યજવા દર્દભરી અપીલ કરી હતી. કોંગ્રેસ રાષ્ટ્રીય પર્વ ઉજવે છે ત્યારે ભાજપની હવનમાં હાડકાં નાખવાની ખંડનાત્મક માનસિકતાની ટીકા કરી કોંગી કાર્યકરોએ ભાજપના ઇશારે મનપા કોંગ્રેસને નશિાન બનાવવાની કોશિશ ચાલુ રાખશે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પાઠવી હતી.સર્કલ ઉપર એક પણ પ્રકારના હોિડઁગ કે પડદા ન લગાવી શકાય એવી સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન છે. કોંગ્રેસે એ પ્રકારના સ્થળે લગાવેલા હોિડઁગ્ઝ ઉપાડવાની મ્યુનિ. કમિશનરની સૂચના મુજબ પેડક રોડ અને સંત કબીર રોડ ઉપરથી ૬ હોિડઁગ્ઝ ઉતારી લઇ અને એ જ સ્થળે નીચે મૂકી દેવામાં આવ્યા હતા. તેમ એસ્ટેટ ઓફિસર રૂપારેલિયાએ જણાવ્યું હતું.