• Gujarati News
  • મનપાના પૂર્વ કર્મચારીનો મૃતદેહ તળાવમાંથી મળ્યો

મનપાના પૂર્વ કર્મચારીનો મૃતદેહ તળાવમાંથી મળ્યો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટની ભાગોળે માલિયાસણમાં રહેતા મનપાના પૂર્વ કર્મચારી દલિત વૃધ્ધ ગુમ થયા બાદ ગામના તળાવમાંથી તેમની લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી.
માલિયાસણમાં રહેતા દલિત ભાણાભાઇ ચનાભાઇ વઘેરા (ઉ.વ.૭૫) ગુરૂવારે સવારે પોતાના ઘરેથી નિત્યક્રમ મુજબ કુદરતી હાજતે જવા તળાવ નજીક ગયા હતા. પરંતુ ઘરેથી નીકળ્યા બાદ પરત નહીં ફરતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. આખા દિવસની શોધખોળ પછી પણ તેમનો ક્યાંય પતો લાગ્યો નહતો. દરમિયાન શુક્રવારે સવારે માલિયાસણના તળાવમાં લાશ તરતી હોવાની જાણ થતાં ગ્રામજનો દોડી ગયા હતા. અને તપાસ કરતા લાશ ભાણાભાઇની હોવાનું ખુલ્યું હતું.
ઘટનાને પગલે કુવાડવા પોલીસ દોડી ગઇ હતી. અને લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ભાણાભાઇ ચાર ભાઇમાં મોટા હતા. અને અગાઉ રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા હતા. દલિત વૃધ્ધ તળાવ કાંઠે કુદરતી હાજતે જતા હતા. અને કાંઠો લપસણો હોવાથી તળાવમાં પડી ગયાનું અનુમાન છે. બનાવથી દલિત પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.