તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • કતારગામની રેઇનબો કિડ્સ સ્કૂલમાં ગ્રીન ડે

કતારગામની રેઇનબો કિડ્સ સ્કૂલમાં ગ્રીન ડે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
& કતારગામસ્થિત રેઇનોબો પ્રી-સ્કૂલમાં તા. ૫ જુલાઈ ૨૦૧૩ના રોજ ગ્રીન ડેની ઉજવણી કરવામાં આવી હતી. વરસાદી વાતાવરણમાં બાળકોને લીલા રંગનો પરિચય કરાવી તેના મહત્વને સમજાવવામાં આવ્યું હતું. તેમજ ‘ગ્રીન ઇનોવેટિવ ડ્રેસિંગ સ્પધૉ યોજી થિંક ગ્રીન બી ગ્રીનનો સંદેશો આપ્યો હતો. મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો. સ્પધૉમાં નિણૉયક તરીકે વાલીઓએ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સ્કૂલના પ્રિિન્સપાલના માર્ગદર્શન હેઠળ શિક્ષકગણે કર્યું હતું.
અર્પણ વિધ્યા સંકુલમા પ્રાણાયામ સેમિનાર
વરાછા& વરાછાસ્થિત અર્પણ વિધ્યા સંકુલમાં તા. ૨ જુલાઈના રોજ પ્રાણાયામ સેમિનારનું આયોજન કરાયું હતું. શાંતિકુજ હરિદ્વારની દેવ સંસ્કૃતિ વિશ્વવિધ્યાલયની બહેનોએ વિદ્યાર્થીઓને યોગ-પ્રાણાયામ-આસન વિશે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના અંતે સંસ્થાના ટ્રસ્ટી ધીરજ પરડવાએ સેમિનારમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ બિરદાવીને ઉપસ્થિત રહેવા બદલ દેવ સંસ્કૃતિ વિધ્યાલયની બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
સિવિલાઇÍડ મોડર્ન સ્કૂલમાં મોટિવેશન સેમિનાર
વરાછા& બાપા સીતારામ એજયુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત નાના વરાછાસ્થિત એચ.વી. કાછડિયા સિવિલાઇÍડ મોડર્ન સ્કૂલમાં તાજેતરમાં પ્રાથમિક અને માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ માટે મોટિવેશન સેમિનાર યોજાયો હતો. મોટિવેટર અશોક પટેલે ‘ગૂડ હેબિટ્સ અને સફળતાના પાંચ કદમ’ વિષય પર વિદ્યાર્થીઓને સરળ ભાષામાં સચોટ અને સદ્રષ્ટાંત માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન શિક્ષકગણે કર્યું હતું.
પરમાર્થ જનજાગૃતિ સેવા મશિન દ્વારા નિ:શૂલ્ક સ્કૂલ કિટ વિતરણ
વરાછા& સુરતની પરમાર્થ જનજાગૃતિ મશિનના ભરત માંગુકિયાની એક યાદીમાં જણાવ્યા અનુસાર દાતાઓના સહયોગથી સંચાલિત પરમાર્થ જનજાગૃતિ સેવા મશિન દ્વારા દર વર્ષે દક્ષિણ ગુજરાતના છેવાડાના આદિવાસી ગામડાંઓમાં જરૂરતમંદ વિદ્યાર્થીઓને સ્કૂલ કિટનું વિતરણ કરવામાં આવે છે. છેલ્લા ચાર વર્ષથી સ્કૂલ કિટનું નિ:શૂલ્ક વિતરણ કરતી આ સંસ્થા દ્વારા આ વર્ષે ભરૂચના આદિવાસી વિસ્તારો ઝઘડિયા, નસવાડી, મોવી, બોરિયા, પીચાયતા, ખામર, ભેખડિયા, જાંબુકવાડા, ડેડિયાપાડા વગેરે ગામડાંઓમાં જરૂરતમંદ ૧૧૦૦ વિદ્યાર્થીઓ (જેમને સંસ્થાઓ દત્તક લીધા છે)ને સ્કૂલ કિટનું નિ:શૂલ્ક વિતરણ કરી મશિન સમાજસેવા કરી રહ્યું છે. સંસ્થાના દિનેશ સુતરિયા, કાંતિ નાકરાણી, ભરત ઘેલાણી, જીતુ અનિડા વગેરે નવયુવકો આ પ્રશંસનીય કાર્યમાં સહભાગી બની રહ્યા છે.