તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • પુણામાં પાણી ભરાવાથી રોગચાળાનો ભય

પુણામાં પાણી ભરાવાથી રોગચાળાનો ભય

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીઆરટીએસ બીજા તબક્કાના રૂટના ફલાય ઓવર બ્રજિનું કામ પુણા પાટિયા પાસે ચાલે છે. અહીં વરસાદી પાણી ભરાવાથી આસપાસની સોસાયટીઓ માટે મુશ્કેલી વધી છે. બીજી તરફ આ વિસ્તારના રહેવાસીઓના આરોગ્ય માટે દહેશત જોવા મળે છે. પાણીના ભરાવાને લઇને મચ્છરોનો ઉપદ્રવ પણ વધે તેવી સંભાવના છે. ત્યારે પાલિકાનું આરોગ્ય તંત્ર આ વિસ્તારમાં કેમ સફાઇની કામગીરીમાં ઉદાસીન છે તે સમજાતું નથી.
પુણા પાટિયાથી સીતાનગર ચોક સુધીના માર્ગ પર હાલ બીઆરટીએસના સેકન્ડ રૂટનું કામ ચાલે છે. બે ફલાય ઓવરબ્રજિના નિમૉણને લઇ સીતાનગર ચોક તેમજ પુણા પાટિયા પાસે ઘણી સમસ્યા છે. પુણા પાટિયા પાસે વરસાદી પાણીના ભરાવાને લઇ ઘણી મુશ્કેલી છે. આ વિસ્તારમાં રસ્તાની બાજુમાં વરસાદી પાણીનો ભરાવો ઠેર-ઠેર જોવા મળે છે. પાણીના ભરાવાને કારણે મચ્છરોના ઉપદ્રવનો પણ ભય રહે છે. છતાં પાલિકાનું આરોગ્ય વિભાગ કે પાલિકાના અન્ય વિભાગ તરફથી કોઇ પણ કાર્યવાહી થતી નથી. આસપાસની સોસાયટીઓને પાણીના ભરાવાને કારણે હાલાકીનો પણ સામનો કરવો પડે છે. આમ હમણાં તો બીઆરટીએસના ફલાય ઓવરના નિમૉણને લઇ રસ્તા પર ટ્રાફિકની મુશ્કેલી તો રહે છે સાથે પાણીના ભરાવા જેવી સમસ્યા પણ રહે છે. આમ પાલિકાએ વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવી જોઇએ. જેનાથી પુણા પાટિયામાં પણ વરસાદી પાણીનો ભરાવો નહીં થાય.
ઇદરફનું કામ મંથર ગતિએ
પુણા પાટિયા તેમજ સીતાનગર ચોક પાસે બીઆરટીએસના બીજા તબક્કાના રૂટના ફલાય ઓવરનું કામ ચાલે છે. પરંતુ કામ મંથર ગતિએ જ ચાલે છે. તેથી સીતાનગર ચોક તેમજ પુણા પાટિયા પાસે ટ્રાફિકની ઘણી સમસ્યા જોવા મળે છે. વરસાદમાં આ મુશ્કેલી બેવડાઇ જાય છે. એક તરફ વરસાદ અને બીજી તરફ ફલાય ઓવરના કામને કારણે રસ્તાની હાલત વધુ ખરાબ થઇ જાય છે. આ કારણે વાહન ચાલકો તથા રાહદારીઓ માટે પણ હાલાકીનો સામનો કરવા સિવાય બીજો કોઇ ઉપાય નથી.