તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • પરિણીત યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી પુત્રી સાથે તરછોડી દીધી

પરિણીત યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી પુત્રી સાથે તરછોડી દીધી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક પુત્રના પિતા એવા યુવકે ૨૬ વર્ષિય યુવતિને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે પ્રેમલગ્ન કરી તરછોડી દેતા અને બીજી તરફ યુવતિના માતાપિતાએ પણ આશરો ન આપતા યુવતિની હાલત કફોડી બની ગઇ છે. આ બાબતે યુવતિએ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઘરેલું હિઁસાની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
પુણા પોલીસ મથકેથી મળતી વગિત મુજબ ૨૬ વર્ષિય મનીષા મહેન્દ્ર ગોહિલ (હાલ રહે. કુંભારિયાગામ)એ નોંધાવેલી ફરિયાદ મુજબ પાંચ વર્ષ પહેલા મનીષા મોહન પાટીલને તેની પડોશમાં રહેતી બહેનપણીના ભાઇ મહેન્દ્ર ભગવાનસિંહ ગોહિલ(રહે.૧૮૭,લક્ષ્મીનગર, ચલથાણગામ, પલસાણા) સાથે બંધાયેલી મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. જોકે મહેન્દ્ર પરિણીત હોવાની જાણ મનીષાને થતાં મનીષાએ મહેન્દ્ર સાથેના સંબંધ પર કાયમ માટે પૂર્ણવિરામ મૂકી દેવાનું નક્કી કરી મહેન્દ્રથી દૂર જતી રહી હતી.
જોકે મહેન્દ્રએ મનીષા પાસે આવીને ‘હું તારા વગર જીવી નહિ શકું અને તને મેળવવા મારી પત્નીને છુટાછેડા આપી દઇશ’ કહીને મનીષા સાથે પ્રેમલગ્ન કરી લીધાં હતાં. પુત્રીએ પરિણીત પુરુષ સાથે પ્રેમલગ્ન કરી લેતાં મનીષાના માતાપિતાએ મનીષા માટે ઘરના દરવાજા કાયમ માટે બંધ કરી દીધા હતા. મહેન્દ્ર તેના ઘરથી અલગ મકાન રાખીને મનીષા સાથે રહેતો હતો. દરમ્યાન મનીષાએ એક પુત્રીને પણ જન્મ આપ્યો.
જોકે ત્રણ મહિના પહેલા માતાપિતાને મળવા જવાનું કહીને મહેન્દ્ર મનીષાને છોડીને જતો રહ્યો હતો. જે ફરી મનીષા પાસે પરત ન ફર્યો નહોતો. મહેન્દ્ર તેના માતાપિતા અને તેની પૂર્વ પત્ની સાથે રહેવા લાગ્યો. આમ મનીષાને તેની એક પુત્રી સાથે તરછોડી દેતાં તેમજ માતાપિતાએ કાયમ માટે દરવાજા બંધ કરી દેતાં તેની હાલત કફોડી બની ગઇ છે.
આ બાબતે મનીષાએ શનિવારે પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવતા પુણા પોલીસે મહેન્દ્ર અને તેના માતાપિતા સામે ઘરેલું હિઁસાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ અંગે વધુ તપાસ પીએસઆઇ એસ.આર.નિનામા કરી રહ્યા છે.