તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • આજે શહેરમાં જૈનાચાર્ય બંધુ ત્રપિુટીનો નગર પ્રવેશ

આજે શહેરમાં જૈનાચાર્ય બંધુ ત્રપિુટીનો નગર પ્રવેશ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરની ભૂમિ પર ચાલુ વર્ષે ચાતુgમાસાથેg સાગરજી સમુદાયના ૬૦ જેટલા ગુરુભગવંતો શહેરના જુદાજુદા જૈનસંઘોમાં પધારી રહ્યા છે. જે પૈકી જૈનાચાર્યો બંધુત્રપિુટી શાસકપ્રભાવક અશોકસાગરસૂરીશ્ર્વરજી મહારાજ, હેમચંદ્રસાગરસૂરશિ્ર્વરજી મહારાજ તેમજ સાગર સમુદાયના શતાધિક સાધ્વીજી ભગવંતો સાથે અષાઢ સુદ-૨, બુધવારે સવારે મહિધરપુરા સામૈયા સહ નવાપુરા જૈન સંઘમાં પધારશે. ત્યાં નવકારશી બાદ તમામ ગુરુભગવંતો નવાપુરા, શાંતીનાથ જિનાલય મોરકસ મહોલ્લાથી શરૂ થઇ અંબાજી રોડ, અંબાજી મંદિર, સુભાષરોડ, હનુમાન ચાર રસ્તા, કાયસ્થ મહોલ્લો,લીમડાનો ઉપાશ્રય, તીનબત્તી,ગુરુમંદિર, આગમમંદિર થઇ ઓમકારસૂરિ આરાધના ભવન ભવ્ય નગર પ્રવેશ થશે. જેમાં ૧૫ જેટલા મહિલા મંડળો, ૩થી વધુ જુદીજુદી મંડળીઓ વગેરે સાથે હજારોની સંખ્યામાં શ્રાવકશ્રાવિકાઓ ગુરુભગવંતોની નગરપ્રવેશયાત્રામાં જોડાશે. ગુરુભગવંતો ૮ જુલાઇએ સવારે ૯ કલાકે એલ.એચ.રોડ ખાતે સંભવનાથ જૈન સંઘમાં પધારશે.