તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સચીન પારડીના રો હાઉસમાં તસ્કરો ત્રાટકયા

સચીન પારડીના રો-હાઉસમાં તસ્કરો ત્રાટકયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સચીન પારડીની ન્યુ શિવશક્તિ રો-હાઉસમાં બે બંધ મકાનોને નશિાન બનાવી તશ્કરોએ દરવાજાના તાળા તોડી ઘરમાં પ્રવેશી જઈ સોના-ચાંદીના દાગીના મળી કુલ્લે રૂપિયા ૧.૫૮ લાખની મત્તા ચોરી કરી લઈ ગયા હતાં.
સચીન પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સચીન ખાતેના પારડીના ન્યુ શિવશક્તિ રો-હાઉસ ખાતે ઘર નંબર-૯૦માં રહેતા વજિયભાઈ અરવિંદભાઈ પટેલ તથા તેના પાડોશી રજનીકાંત રાખોડિયાના બંધ મકાનમાં તારીખ ૩-૭-૧૩ થી તારીખ ૬-૭-૧૩ દરમિયાન ચોર ઈસમોએ બંધ મકાનના દરવાજાના તાળા તોડી મકાનમાં પ્રવેશી ગયા હતા. અને સોના-ચાંદીના દાગીના મળી કુલે રૂપિયા ૧.૫૮ લાખની ચોરી કરી લઈ ગયા હતાં.
ચોરીના આ બનાવ અંગે વજિયભાઈ પટેલે સચીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પીઆઈ પી.બી.સાપરાએ આ અંગે વધુ તપાસ હાથધરી છે.