તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • કરોડોની મિલકતની ઉચાપત કરનાર સગા કાકા સામે ભત્રીજીની ફરિયાદ

કરોડોની મિલકતની ઉચાપત કરનાર સગા કાકા સામે ભત્રીજીની ફરિયાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૃત પિતાની ભાગીદારીની ઉધના ઉદ્યોગનગર રોડ પરની મિલકતો અને ધંધામાંથી કરોડો રૂપિયાની ઉચાપત કરી ૮ હજાર શેરો પોતાના નામે ટ્રાન્સફર કરાવી લેનાર કાકા અને પિતરાઈ ભાઈ સામે મુંબઈ રહેતી ભત્રજિીએ છેતરપીંડી અંગે કોર્ટ ફરિયાદ કરતા ઉધના પોલીસને તપાસ સોંપવામાં આવી છે.
મુંબઈ ચોપાટી ફ્લોર મોરવી ક્રોસ લેન કમલા નિવાસ ખાતે રહેતી નીસીતાબેન પ્રવિણચંદ્ર વકીલ (મુળ પેરેડાઈઝ એપા.અઠવાગેટ)એ પોતાની ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી તેના સગા કાકા દીલીપભાઈ રૂપચંદભાઈ વકીલ (રહે-પ્લેટીનમ રેસી.અઠવાલાઈન્સ) તથા તેનો પુત્ર રૂપેશ (રહે-ઉધના) બંનેએ મળી પુર્વઆયોજીત કાવત્રુ રચી સ્વ.પિતાની ભાગીદારીની તેમજ સંયુકત ધંધામાંથી કરોડોની ઉચાપત કરી હતી. માતા તથા પિતાની બોગસ સહીઓ કરી પિતા પ્રવિણચંદ્રના નામના ૮૦૦૦ શેરો પોતાના નામે ટ્રાન્સફર કરાવી લીધા હતા. ૨૭ એપ્રિલ ૨૦૦૦ના રોજ મે.પ્રવિણ એછુન્ડ કંપનીના ભાગીદારી પેઢીના વિસર્જનના લેખમાં પણ તેમની (નીસીતાબેન)ની તથા પિતા પ્રવિણભાઈની ખોટી સહીઓ અને લખાણો કરી ઉધનાની મિલકતોમાં અશોક ટ્રાન્સફોર્મસ પ્રા.લી., સુપર લેમીનેશન પ્રા.લી, વાપી, રૂપેશ ઈલેિકટકલમાં ભાગીદારીના ધંધામાં ઉચાપત કરી ખોટા હીસાબો બનાવી તેમજ અમુક દસ્તાવેજોનો નાશ કરી અશોક ટ્રાન્સફોર્મસ પ્રા.લી કંપનીવાળી મિલકત જેમાં પિતા પ્રવિણચંદ્ર ડીરેકટર હતા તેમાંથી તેમનુ નામ ખોટા લખાણ કરી કમી કરી દીધુ હતું. ઉપરાંત ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હોવાની કોર્ટમાં ફરિયાદ થતા તપાસ ઉધના પોલીસ મથકને સોંપાઈ હતી.