તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • દારૂની ૨૪ બોટલ સાથે બે શખ્સો ઝડપાયા

દારૂની ૨૪ બોટલ સાથે બે શખ્સો ઝડપાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રોલ તાલુકાના લતીપુર પાસેથી પોલીસે ઇંગ્લીશ દારૂની ૨૪ બોટલના જથ્થા સાથે બે શખ્સોને પકડી પાડી દારૂનો જથ્થો ઉપરાંત મોટરસાઇકલ સહિત રૂ.૪૨ હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો. ધ્રોલ તાલુકાના લતીપુર ગામ નજીક પોલીસે શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક મોટરસાઇકલને રોકીને તલાશી લેતા અંદરથી રૂ.૧૨ હજારની કિંમતની ઇંગ્લીશ દારૂની ૨૪ બોટલનો જથ્થો મળી આવતા પોલીસે કાદર જુમા જુણેજા અને અયુબ ગફાર જુણેજા(રે. બન્ને ગાયત્રીનગર-ધ્રોલ)ને પકડી પાડી દારૂનો જથ્થો ઉપરાંત મોટરસાઇકલ સહિત રૂ.૪૨ હજારની માલમતા કબ્જે લઇ ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી. આ દારૂનો જથ્થો ક્યાંથી લવાયો છે? કોને આપવાનો હતો? સહિતની બાબતનો તાગ મેળવવા પોલીસે ઝડપાયેલા શખ્સોની વિસ્તૃત પુછપરછના ચક્રો ગતિમાન કર્યા હતા.