તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • દરઠમાં લાઇસન્સનો ‘દુકાળ’,ફરિયાદોનું ‘પૂર’

દરઠમાં લાઇસન્સનો ‘દુકાળ’,ફરિયાદોનું ‘પૂર’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાં આરટીઓ દ્વારા અરજદારોને ધક્કા ન ખાવા પડે અને ઘેર બેઠા પાકા લાઇસન્સ મળી રહે એ માટે સ્પીડ પોસ્ટ સેવા અમલી બનાવાઇ હતી. જોકે આ સેવા શરૂ થયા પછી અરજદારોની વધુ કઠણાઇ બેઠી છે. મહિનાઓ સુધી લાઇસન્સ ન મળ્યાની અનેક ફરિયાદ બાદ હવે આરટીઓમાં કોરા લાઇસન્સ (સ્માર્ટ કાર્ડ)નો જથ્થો ન હોવાના કારણે છેલ્લા ૩૭ દિવસમાં ૧૨૦૯૦ લાઇસન્સ પેનિં્ડગ છે. લાઇસન્સ નહીં મળતા જિલ્લાભરમાંથી રોજ સેંકડો અરજદારો ભાડા ખર્ચીને ધકકા ખાઇ રહ્યા છે. જોકે પીઆરઓના કહેવા મુજબ લાઇસન્સનો ડેટા તૈયાર છે માત્ર કોરા કાર્ડનો સ્ટોક ન હોવાથી આ સમસ્યા ઊભી થઇ છે. સ્માર્ટ કાર્ડ માટે ખાનગી કંપનીને એનઆઇસીને કોન્ટ્રાકટ આપી દેવાયો હોવાથી તંત્ર કોન્ટ્રાકટર ઉપર નિર્ભર છે.
આરટીઓ દ્વારા પહેલાં અરજદારને હાથોહાથ લાઇસન્સ આપી દેવામાં આવતા હતા. પરંતુ નવા નિયમ મુજબ અરજદાર ડ્રાઇિંવગ ટેસ્ટ આપે ત્યાર બાદ તેનો ડેટા અને ફોટો કમ્પ્યુટરમાં અપલોડ કરવામાં આવે છે. તેમજ ૧પ દિવસની અંદર આરટીઓ દ્વારા સ્પીડ પોસ્ટથી અરજદારના એડ્રેસ ઉપર પાકું લાઇસન્સ મોકલી આપે છે. કમનસીબે આ સેવા શરૂ થઇ ત્યારથી અરજદારોને વધુ પરેશાની શરૂ થઇ છે.
છેલ્લા બે મહિનાથી લાઇસન્સ નહીં મળ્યાની ફરિયાદોમાં વધારો થયો છે. અરજદારોને એવું કહેવામાં આવે છે કે રાજકોટ નહીં રાજ્યની તમામ આરટીઓમાં એક માસથી કોરા લાઇસન્સનો સ્ટોક ન હોવાના કારણે મુશ્કેલી સર્જાઇ છે.
કોરા લાઇસન્સ આવતા હજી એક સપ્તાહ નીકળી જશે.# લાઇસન્સનો કોન્ટ્ર્ાકટ ખાનગી કંપનીને આપી દેવાયો છે : કોરા લાઇસન્સની સપ્લાય બંધ કરી દેતા રાજ્યની તમામ આરટીઓમાં ફરિયાદોનો ધોધ
બલરામ કારિયા . રાજકોટ
રાજ્યમાં આરટીઓ દ્વારા અરજદારોને ધક્કા ન ખાવા પડે અને ઘેર બેઠા પાકા લાઇસન્સ મળી રહે એ માટે સ્પીડ પોસ્ટ સેવા અમલી બનાવાઇ હતી. જોકે આ સેવા શરૂ થયા પછી અરજદારોની વધુ કઠણાઇ બેઠી છે. મહિનાઓ સુધી લાઇસન્સ ન મળ્યાની અનેક ફરિયાદ બાદ હવે આરટીઓમાં કોરા લાઇસન્સ (સ્માર્ટ કાર્ડ)નો જથ્થો ન હોવાના કારણે છેલ્લા ૩૭ દિવસમાં ૧૨૦૯૦ લાઇસન્સ પેનિં્ડગ છે. લાઇસન્સ નહીં મળતા જિલ્લાભરમાંથી રોજ સેંકડો અરજદારો ભાડા ખર્ચીને ધકકા ખાઇ રહ્યા છે. જોકે પીઆરઓના કહેવા મુજબ લાઇસન્સનો ડેટા તૈયાર છે માત્ર કોરા કાર્ડનો સ્ટોક ન હોવાથી આ સમસ્યા ઊભી થઇ છે. સ્માર્ટ કાર્ડ માટે ખાનગી કંપનીને એનઆઇસીને કોન્ટ્રાકટ આપી દેવાયો હોવાથી તંત્ર કોન્ટ્રાકટર ઉપર નિર્ભર છે.
આરટીઓ દ્વારા પહેલાં અરજદારને હાથોહાથ લાઇસન્સ આપી દેવામાં આવતા હતા. પરંતુ નવા નિયમ મુજબ અરજદાર ડ્રાઇિંવગ ટેસ્ટ આપે ત્યાર બાદ તેનો ડેટા અને ફોટો કમ્પ્યુટરમાં અપલોડ કરવામાં આવે છે. તેમજ ૧પ દિવસની અંદર આરટીઓ દ્વારા સ્પીડ પોસ્ટથી અરજદારના એડ્રેસ ઉપર પાકું લાઇસન્સ મોકલી આપે છે. કમનસીબે આ સેવા શરૂ થઇ ત્યારથી અરજદારોને વધુ પરેશાની શરૂ થઇ છે.
છેલ્લા બે મહિનાથી લાઇસન્સ નહીં મળ્યાની ફરિયાદોમાં વધારો થયો છે. અરજદારોને એવું કહેવામાં આવે છે કે રાજકોટ નહીં રાજ્યની તમામ આરટીઓમાં એક માસથી કોરા લાઇસન્સનો સ્ટોક ન હોવાના કારણે મુશ્કેલી સર્જાઇ છે.
કોરા લાઇસન્સ આવતા હજી એક સપ્તાહ નીકળી જશે.દરરોજ ૪૦૦થી વધુ લાઇસન્સ ઇસ્યુ થાય છે
આરટીઓના પીઆરઓ રામાણીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે રાજકોટમાં દરરોજ સરેરાશ ૪૦૦ થી ૪પ૦ લાઇસન્સ ઇસ્યુ થાય છે. જેમાં નવા લાઇસન્સ, રીન્યુ અને ડુપ્લીકેટ લાઇસન્સનો સમાવેશ થાય છે. આમ મહિને સરેરાશ આઠ હજાર લાઇસન્સની એવરેજ આવે છે.
તંત્ર અને કોન્ટ્રાકટર વચ્ચે વાંધો
પડતા કાર્ડની અછત સર્જાઇ
રાજ્યની તમામ આરટીઓને સ્માર્ટ કાર્ડ પૂરા પાડવાનો કોન્ટ્રાકટ એન.આઇ.સી. કંપનીને આપવામાં આવ્યો છે. દોઢ-બે માસથી ખાનગી કંપનીની કોન્ટ્રાકટર અને આરટીઓની વડી કચેરી વચ્ચે કોઇ મુદ્ે વિવાદ ઉભો થતાં કોન્ટ્રાકટરે કાર્ડ સપ્લાય બંધ કરી દીધી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જેટલો સ્ટોક હતો ત્યાં સુધી લાઇસન્સ ઇસ્યુ કરવાની કામગીરી ચાલુ હતી. સ્ટોક પૂરો થઇ જતાં નવા લાઇસન્સ ઇસ્યુ થયા નથી. ઇસ્યુ ન થયેલા લાયસન્સની સંખ્યા પણ હજારોમાં થવા જાય છે. ત્યારે સત્વરે પગલા જરૂરી બન્યા છે.