• Gujarati News
  • અમારા લોહીથી પોસ્ટકાર્ડ લખીએ છીએ, ‘વીરા’ જવાબ આપજો

અમારા લોહીથી પોસ્ટકાર્ડ લખીએ છીએ, ‘વીરા’ જવાબ આપજો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જેતપુર- સોમનાથ ફોરટ્રેક અંતર્ગત જૂનાગઢ બાયપાસમાં ૧૦ ગામોનાં ખેડૂત પરિવારોએ આદરેલા જંગમાં આજે વધાવી ખાતે ખેડૂત પરિવારની મહિલાઓ અને યુવતીઓ મળી ૧૦૧ એ પોતાના રકતથી મુખ્યમંત્રી મોદીને તારી બહેનો દુ:ખી છે તેવા પોસ્ટકાર્ડ લખી વિરોધ વ્યક્ત કર્યો છે.
જેતપુર - સોમનાથ નેશનલ હાઇવેની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે જૂનાગઢ બાયપાસને લઇને વિરોધ ઉઠયો છે. હયાત બાયપાસની જગ્યાએ તંત્રએ વડાલથી કોયલી ફાટક વચ્ચે બાયપાસ બનાવવાનો નિર્ણય કર્યો હતો. અહીંથી બાયપાસ બનાવવાનાં કારણે ૧૦ ગામનાં ૨૫૦ જેટલા કુટુંબનું પણ પિયતવાળી જમીન જતી હોય વિરોધ શરૂ થયો છે. ખેડૂત હિત રક્ષક સમિતિનાં નેજા હેઠળ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા ૩૬ માસથી ખેડૂતો દ્વારા અહિઁસક આંદોલન ચલાવવામાં આવી રહયું છે. છતા પણ તંત્રનાં પેટનું પાણી હલતું નથી તેમાં પણ છેલ્લે પોલીસ કાફલાને સાથે રાખી ખેડૂતો પર લાઠી ચાર્જ કરી જમીનની માપણી કરવામાં આવી હતી. અનેક વિરોધ વચ્ચે ખેડૂતો અડગ રહયા છે. ત્યારે આજે ખેડૂતોએ વિરોધનો નવતર પ્રયોગ કર્યો હતો. આજે વધાવી ગામે ૧૦ ગામની ૧૦૧ ખેડુત પુત્રીઓએ પોતાનાં રકત વડે મુખ્યમંત્રીને પત્ર લખ્યા હતાં. ખેડુત પુત્રીઓએ મુખ્યમંત્રીને સંબોધતા લખ્યું હતું કે, તમે વારંવાર કહયો છે કે, ગુજરાતની કોઇ બહેન દુ:ખી હોય તો મને કે જો હું આવીશ. ત્યારે છેલ્લા ૩૬ માસથી આંદોલન કરી રહયા છીએ. ‘‘વીરા’’ (નરેન્દ્રભાઇ મોદી) તારી બહેન દુ:ખી છે આ પ્રકારનો પત્ર લખ્યાં હતાં. ખેડૂત હીત રક્ષક સમિતિો જણાવ્યું હતું કે, ખેડૂતોની ત્રણ પિયતવાળી જમીન જઇ રહી છે. પરંતુ તંત્રનાં પેટનું પાણી પણ હલતું નથી અને જીવ દેશુ પણ જમીન નહીં. આગામી દિવસો માં પણ આંદોલન ઉગ્રબનાવવામાં આવશે.