તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • કરિયાણામાં ભેદી રોગમાં ચારનાં મોત બાદ એક મહિલાનું «દય બેસી જતાં મોત

કરિયાણામાં ભેદી રોગમાં ચારનાં મોત બાદ એક મહિલાનું «દય બેસી જતાં મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબરા તાલુકાના કરિયાણા ગામે ફેલાયેલા ભેદી રોગચાળામાં એક જ પરિવારની ચાર ચાર વ્યકિતનો ભોગ લેવાયા બાદ વધુ એક ભરવાડ મહિલાનુ આઘાતના કારણે મોત થતા નાના એવા ગામમા ઘેરા શોકની લાગણી ફરી વળી છે. આ જ પરિવારની અન્ય બે મહિલાની ગભરામણ થતા સારવાર માટે બાબરા દવાખાને ખસેડાઇ હતી. કરિયાણા ગામે ફેલાયેલા આ રોગચાળાએ દેખીતી રીતે જ ગ્રામજનોમાં ભય ફેલાવ્યો છે.
કરિયાણામાં કયા પ્રકારનો રોગચાળો ફેલાયો છે તે મુદ્દે આરોગ્ય તંત્ર હવામાં બાચકા ભરી રહ્યું છે. અને બીજી તરફ ટપોટપ માનવ જીંદગીનો ભોગ લેવાઇ રહ્યો છે. સંભવત: દુષિત પાણીના કારણે અગાઉ ભરવાડ પરિવારની ત્રણ વ્યકિત મોતને ભેટયા બાદ ગઇરાત્રે રાજકોટ દવાખાને સારવાર લઇ રહેલી જગુબેન મસાભાઇ સાનીયા નામની મહિલાનુ મોત થતા મૃત્યુઆંક ચાર થયો હતો.
દરમિયાન કરિયાણામાં ગઇકાલે વધુ એક ભરવાડ મહિલાને મોત આંબી ગયુ હતુ. ચાર ચાર મોતના આઘાતના કારણે રામુબેન નેઘાભાઇ રાતડીયા (ઉ.વ.૫૦) નામની ભરવાડ મહિલાનુ «દય બેસી જતા મોત થયુ હતુ. રામુબેનને મધરાત્રે ત્રણ વાગ્યે બાબરા દવાખાને ખસેડાયા હતા. પરંતુ તેમનુ મોત થઇ ચુકયુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે આ રોગચાળાનો ભોગ બનેલી પાંચ વ્યકિત હજુ રાજકોટમાં સારવાર લઇ રહી છે.